SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ઝ પુરોહિતપુત્ર વિભાવસુ ! ગંધારપુર નગરના સોમવસુ પુરોહિતનો તું પુત્ર છે. શરીર પર યુવાની છે. વિપુલ સંપત્તિનો તું માલિક છે. બુદ્ધિ તારી તીવ્ર છે અને આ તમામને કલંક લગાડે એવા અવિવેકનો તું ગુલામ છે. ઉદ્ધતાઈ અને તોછડાઈ તારા સ્વભાવમાં - શરીરમાં વહી રહેલ લોહીની જેમ વણાઈ ગઈ છે. ઝૂકવાનું તું ક્યાંય શીખ્યો નથી. વાણીમાં કર્કશતા અને કઠોરતા મેળવ્યા વિના તને ફાવતું નથી. એક દિવસ મદનમહોત્સવ નિમિત્તે આકર્ષક વાહનમાં બેસીને તું ગામની બહાર જઈ રહ્યો છે અને તેં જોયું છે કે કેટલાક ધોબીઓ પણ ગામની બહાર તારા જેવા જ વાહનમાં બેસીને જઈ રહ્યા છે. તારો અહં છંછેડાયો છે. ‘હું પુરોહિતપુત્ર જેવા વાહનમાં જઈ રહ્યો હોઉં, એવા જ વાહનમાં આ ધોબીઓ પણ જાય? એ ચાલે જ શી રીતે ?' કોઈ પણ જાતનાં કારણ વિના એ ધોબીઓને તે લાગવગ લગાડીને સૈનિકો પાસે પકડાવીને માર ખવડાવ્યો છે અને જેલમાં પુરાવ્યા છે. અને એમાં ય એ ધોબીઓના આગેવાન પુષ્પદત્ત નામના ધોબીને તો તે વિશેષ કરીને માર ખવડાવ્યો છે. વિભાવસુ! રથમાં બેસીને ઉત્સવમાં જઈ રહેલા તે ધોબીઓને પણ રથમાં આવતા જોયા છે અને તું છંછેડાઈ ગયો છે. ૯૮
SR No.008908
Book TitleBaap re Baap
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy