SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ સુશ્રાવિકા રોહિણી ! કુંડનપુરી નગરીના સુભદ્ર નામના શ્રેષ્ઠીની પુત્રી છે તું. નામ તારું રોહિણી છે. પૂર્વના અશુભના ઉદયે તું નાની વયમાં વિધવા થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં અન્ય કોક સ્ત્રી હોય તો એ કદાચ આપવાત પણ કરી બેસે કે અન્ય કોક ગલત રસ્તો પણ અપનાવી બેસે પણ તું એ બાબતમાં નોખી માટીની નીકળી છે. નથી તો તારા મનને તેં તૂટવા દીધું કે નથી તો તારા મનને તે હતાશાની ગર્તામાં ધકેલાવા દીધું. તું આવી ગઈ છે કોક સાધ્વીજી ભગવંતના પરિચયમાં અને એમની પાસે તેં શરૂ કરી દીધું છે અધ્યયન. બુદ્ધિ તારી કુશાગ્ર છે. સ્વાધ્યાયની તારી રુચિ ગજબનાક છે, અને સાધ્વીજી ભગવંત પ્રત્યે તારા હૈયામાં બહુમાનભાવ ભારે છે. આ તમામના સહારે સ્વાધ્યાયક્ષેત્રે તું કલ્પનાતીત હદે આગળ વધી રહી છે. કમ્મપયડિ જેવા કઠિન ગ્રંથો તેં સ્વનામવત્ કંઠસ્થ તો કરી જ દીધા છે પરંતુ નિત્ય અધ્યયન કરતા રહેવાના કારણે લગભગ એક લાખ જેટલા શ્લોકો તને કંઠસ્થ થઈ ગયા છે. કમાલનું સુખદ આશ્ચર્ય તો એ સર્જાયું છે કે તેં માત્ર સ્વાધ્યાયયોગમાં જ પ્રગતિ નથી સાધી. નિત્ય ત્રિકાળ પૂજા અને ઉભયટંક આવશ્યક વગેરેને પણ તેં તારા જીવનમાં નિત્ય સ્થાન આપી દીધું છે. આ તમામ યોગોના સહારે કઠિન પણ ગણાતા બ્રહ્મચર્ય પાલનને તેં બિલકુલ સહજ અને સરળ બનાવી દીધું છે. પણ, એક કરુણતાને તેં તારા જીવનમાં સામે ચડીને આમંત્રણ આપી દીધું છે. એ કરુણતા એટલે જ વિકથા ! આહાર કથા, ભક્તકથા, દેશ કથા અને રાજ્યકથા. હું પોતે તો આ વિકથામાં ડૂબી ગઈ છે પણ બીઇઓને ય તે વિકથામાં રસ લેતા કરી દીધા છે. તારા આ વિકથારસને જોઈને એક દિવસ તો સાધુ ભગવંતોએ અને સાધ્વીજી ભગવંતોએ તને હિતશિક્ષા આપતા કહ્યું પણ છે કે ‘તારા જેવી સુજ્ઞાતને પરિનંદા અને વિકથા કરવી એ બિલકુલ યોગ્ય નથી. કારણ કે શાસ્ત્રકારોએ સલાહ આપી છે કે ‘જો એક જ કર્મથી તું આ જગતને વશ કરવા ઇચ્છતો હો તો પરિનંદારૂપ ઘાસને ચરતી એવી તારી વાણીરૂપ ગાયને તેમાંથી નિવૃત્ત કર’ પણ, રોહિણી ! આ હિતશિક્ષાની તને કોઈ અસર તો નથી થઈ પરંતુ તું તો વધુ ઉલ્લાસથી વિકથામાં રત થઈ ગઈ છે. એ હદે વિકથામાં તું ડૂબી ગઈ છે કે તેં નવું અધ્યયન કરવાનું તો છોડી દીધું છે પરંતુ સ્વાધ્યાયનું પુનરાવર્તન પણ છોડી દીધું છે. બન્યું છે એવું કે એક દિવસ તું તારી કેટલીક સાહેલીઓ સાથે રસ્તા પરથી પસાર થઈ રહી છે અને તેં એ સાહેલીઓને કહ્યું છે, તમને ખબર છે શુરી ક ‘શેની ?’ ‘રાજાની રાણીની’ ‘ના. શી વાત છે ?” એ દુઃશીલા છે” ८४
SR No.008908
Book TitleBaap re Baap
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy