SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનના શાસનના સુનંદ નામના આચાર્ય ભગવંત પાસે સંયમી બન્યા. કાળક્રમે તમે યુવાનવયમાં આવ્યા છો અને એ વયસુલભ તમારા મનમાં જાતજાતના વિકૃત વિચારો આવવાના શરૂ થયા છે. કંઈક ગીત-નૃત્યાદિ ચેષ્ટાઓ કરવાનું પણ તમે શરૂ કર્યું છે. તમારી આ ચેષ્ટાને રોકવા આચાર્ય ભગવંતે, ઉપાધ્યાય ભગવંતે અને સહવર્તી સહુ સાધુ ભગવંતોએ તમને પ્રેરણા કરી છે અને તમે અટકી પણ ગયા છો. પણ, એક દિવસ આચાર્ય ભગવંત અંડિલ ભૂમિએ બહાર ગયા છે અને એની પાછળ તમે પણ ગયા છો. ત્યાં તમે ઉંદરોને રમતા અને મજા કરતા નિહાળ્યા છે અને તમે વિચારમાં ચડી ગયા છો. “ધન્ય છે આ ઉંદરોને કે જેઓને કોઈ પણ પ્રકારનાં બંધન નથી. જ્યારે મારા પર તો પાર વિનાનાં બંધનો છે ‘આ ભક્ષ્ય છે, આ અભક્ષ્ય છે. આ પ્રમાદ છે. આ પાપ છે. આને વંદન કરો. આની ભક્તિ કરો” મને એમ લાગે છે કે મારા કરતાં તો આ ઉંદરો પાર વિનાના સુખી છે.” મુનિવર, તમારા અનાલોચિત આ વિચારે તમે જ્યોતિષ દેવ પછીના ભવમાં સીધા ઉંદરડીના પેટમાં આવી ગયા છો. જે જીવન તમને મજાનું લાગ્યું છે એ જીવનની કર્મસત્તાએ તમને ભેટ આપી દીધી છે ! બાળમુનિ તારાચંદ ! કુતુહલવૃત્તિ અને રસપૂર્વક ઉંદરોને રમતા જોઈને તમે એમના આ સ્વતંત્ર ?િ] જીવન પ્રત્યે આકર્ષિત થઈ ગયા છો. પ્રભુ, મનને હું મારું તો માની બેઠો છું પરંતુ એ મનમાં ચાલી રહેલા અને આવી રહેલા વિચારો પર મારું કોઈ જ નિયંત્રણ હોય એવું મને લાગતું નથી. શું આ અનિયંત્રિત વિચારો એ જ મારા સંસાર પરિભ્રમણનું એક માત્ર મૂળ હશે? એક કામ તું ન કરે? કાં મારું મન તું લઈ લે અને કાં તારું મન તું મને આપી દે, એ સિવાય મારોનિસ્તાર શક્ય જ નથી. ૮૧
SR No.008908
Book TitleBaap re Baap
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy