SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ બન્યું છે એવું કે તમારી દાસી અને તમારા વચ્ચે જ્યારે આ વાર્તાલાપ ચાલી રહ્યો છે ત્યારે ગુપ્ત સ્થળે ઊભા રહેલા રાજાએ વાર્તાલાપના આ શબ્દો સાંભળી લીધા છે અને એ આવેશમાં આવી ગયા છે. ‘મારી પત્નીના મોઢામાં આવા શબ્દો ? નક્કી, એનું મન મારા સિવાય કોઈ અન્ય પુરુષમાં છે, કે જેવો એના પર આ કંકણ મોકલાવ્યા છે. આવી વ્યભિચારિણી સ્ત્રી સાથે એક દિવસ પણ હવે રહેવાય જ શી રીતે ? એને તો એવી જાલિમ સજા કર્યું અને એવી ખતરનાક જગાએ મોકલી દઉં કે જીવનભર એ રિબાતી જ રહે' બસ, આ વિચાર સાથે રાજાએ સિપાઈને બોલાવ્યો છે. ‘એક જોખમી કામ તારે કરવાનું છે’ ‘ફરમાવો’ ‘એનો અણસાર સુદ્ધાં કોઈને આવવો ન જોઈએ' ‘નહીં આવે’ ‘મહારાણી કલાવતી છે ને ?’ ‘હા’ એને જગલમાં લઈ જવાનાં છે ‘પછી ?’ 'એના કાંડા કાપીને અને ત્યાં જ મૂકી આવવાના છે’ રાજાની આ આજ્ઞા સાંભળીને સિપાઈ સ્તબ્ધ તો થઈ ગયો પણ આખરે એ હતો તો રાજાનો નોકર ને ? એ લાચાર હતો. તમે ગર્ભિણી અવસ્થામાં હતા અને છતાં તમને એ જંગલમાં લઈ ગયો છે. અને ત્યાં કંકણ સહિત તમારા કાંડા એન્ને કાપી નાખ્યા છે. એ લઈને રાજમહેલે આવીને એણે રાજાને આપી દીધા છે. અલબત્ત, તમે જંગલમાં પુત્રને જન્મ તો આપ્યો જ છે પરંતુ સતીત્વના પ્રભાવે દેવતાએ તમારા બંને હાથ ઠીક કરી દીધા છે અને જંગલને ય મંગલ બનાવી દીધું છે. આ બાજુ રાજાના હાથમાં જેવા તમારા હાથમાંનાં કંકણ આવ્યા છે. એમની નજર સીધી કેકા પર લખેલા અક્ષરો પર પડી છે અને એ અક્ષરો વાંચતા જ એમની આંખો આધાનથી ફાટી પડી છે. કંકણ પર લખ્યું હતું જયવિજય' ઓહ ! આ તો રાણીના જ સગા ભાઈઓ ! મેં પાપીએ મહારાણીના હાથ કપાવી નાખ્યા ? રાજાએ જંગલમાં સિપાઈઓ મોકલીને તમારી તપાસ કરાવી છે. તમે મળી આવતા તેઓ તમને સબહુમાન રાજમહેલમાં લઈ આવ્યા છે. રાજાએ તમારી ક્ષમા તો માગી લીધી છે પરંતુ એ જ અરસામાં નગરમાં પધારેલા કેવળજ્ઞાની ભગવંત પાસે રાજાએ જિજ્ઞાસા વ્યક્ત કરી છે, ‘મહારાણીના કાંડા કપાવી નાખવાની દુર્બુદ્ધિ મને કેમ થઈ’ ‘મહારાણીએ ગત જન્મમાં એક પોપટની બંને પાંખો કપાવી નાખી હતી. અને મનમાં રાજીપો અનુભવ્યો હતો. પોપટનો જીવ તું થયો અને એ સ્ત્રીનો જીવ કલાવતી બની. કર્મોના એ ઉદયે આ જનમમાં આ સ્થિતિ સર્જાઈ છે. પ્રભુ, અજ્ઞાન, આવેશ અને અહંકારના પ્રભાવ હેઠળ ન જાણે આવાં તો કેટકેટલા અકાર્યો હું ભૂતકાળના ભવોમાં કરી ચૂક્યો હોઈશ ? એક જ પ્રાર્થના કરું છું તને. એવી સબુદ્ધિ તું મને આપી દે કે આવું કોઈ પણ અકાર્ય હું આચરું જ નહીં અને કર્મના વિષમ ઉદયમાં મનની સમાધિને ખંડિત થવા જ દઉં નહીં. ૭૫
SR No.008908
Book TitleBaap re Baap
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy