SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજ સાહેબ, આપનો પત્ર વાંચ્યો. એક વાત આપને જણાવી દઉં કે આ આંગી કરાટે ચૅમ્પિયન, છે એટલે એના શરીર સાથે એની ઇચ્છા વિના કોઈ અડપલું. કરી જાય એ વાતમાં કોઈ માલ નથી. આમ છતાં આપે પત્રમાં ‘સફળ સ્ત્રી, સુશીલ પત્ની અને વાત્સલ્યમયી માતા’ આ ત્રણ વિકલ્પો પર જે પ્રકાશ પાથર્યો છે એના પર ખૂબ ગંભીરતાથી વિચારતા મને એમ લાગ્યું છે કે જો મારે સુશીલ પત્ની અને વાત્સલ્યમયી માતા બન્યાં રહેવું હોય તો સફળ સ્ત્રી બનાવતા ‘જબ'ના વિકલ્પ પર પૂર્ણવિરામ મુકી જ દેવું જોઈએ. મારો આ વિચાર મેં જય સમક્ષ રજૂ કર્યો. પળની ય વાર લગાડ્યા વિના જ મારા આ વિચાર પર સંમતિની મહોરછાપ લગાવી તો દીધી પણ એણે મને સલાહ આપી કે “જબ છોડી જ દેવાનું પાકું કરતા પહેલાં એકવાર મમ્મી-પપ્પા સમક્ષ આ વાત તારે મૂકી દેવી જોઈએ.' શું લખું આપને ? રાતના સમયે મમ્મી-પપ્પા સમક્ષ મેં આ વાત મૂકી અને પપ્પાએ મને જે વાત કરી એ એમના જ શબ્દોમાં હું આપને લખી જણાવવા માગું છું. એમણે જણાવ્યું મને કે “આંગી, સંપત્તિ એ જો પુરુષની મૂડી છે તો શરીર એ સ્ત્રીની મૂડી છે. તે એક પણ પુરુષને એવો જોયો ખરો કે જે સહુની વચ્ચે પોતાની પાસે રહેલ સંપત્તિ ખુલ્લી મૂકી દેતો હોય? જો ના, તો મારે એટલું જ કહેવું છે કે પુરુષ પોતાની સંપત્તિને જો ગોપનીય જ રાખે છે તો સ્ત્રીએ પણ પોતાના શરીરને ગોપનીય જ રાખવું જોઈએ. તને એક વાતની યાદ કરાવી દઉં કે પુરુષની સંપત્તિનું આકર્ષણ સ્ત્રીને કદાચ નથી પણ હોતું પણ સ્ત્રીના શરીરનું આકર્ષણ તો પુરુષને સદાયને માટે ઊભું જ હોય છે અને એમાં ય આજના કાળની તો કોઈ વાત જ થાય તેમ નથી. તું પુખ્ત પણ છે અને પરિપક્વ પણ છે એટલે એ અંગે હું તને લંબાણથી કોઈ વાત કરવા નથી માગતો પણ એટલું તો ચોક્કસ કહીશ કે તારામાં અને જયમાં આજે જે સંસ્કારો છે એનો તમામ યશ તારી મમ્મીના ફાળે જાય છે. તમારાં બંનેનું ઘડતર કરવામાં એણે સમયનો જે ભોગ આપ્યો છે, પોતાના મોજશોખોને જે પ્રસન્નતાપૂર્વક એણે જતા કર્યા છે એની જાણ તો મને એકલાને જ છે. ‘જોંબ' છોડી દેવાનો તારો જો મક્કમ નિર્ધાર હોય તો એમાં મારી પ્રસન્નતાપૂર્વકની સંમતિ છે. અલબત્ત, પાંચ આંકડાનો તારો પગાર આ ઘરમાં આવતો બંધ થઈ જશે એ હકીકત હોવા છતાં ખર્ચાઓ ઘટાડતા રહીને સ્વસ્થતાપૂર્વક ખુમારી સાથે જીવન જીવતા રહેવાની કળા આપણા સહુ પાસે છે. એટલે એ અંગે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તે ખુશીથી જબ છોડી શકે છે. મહારાજ સાહેબ, આશીર્વાદ પાઠવશો આપ કે જૉબ છોડી દીધા બાદ મારી પાસે જે પણ સમય બચશે એ સમયનો સદુપયોગ કરતા રહેવામાં મને કોઈ જ પ્રકારની તકલીફ ન પડે ! e૫
SR No.008906
Book TitleKhatrani Ghantadi
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages51
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size145 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy