SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ જીવવિચાર પ્રકરણ ૫૩ ૩. દરેક જીવનું જીવન એવું હોવું જોઈએ કે જેથી કોઈની સાથે વેર ભાવ ન વધે અને કોઈને કે પોતાને દુઃખ ન થાય. કોઈની હિંસા ન થાય, એવી રીતે સંયમપૂર્વક રહેવું જોઈએ. દુ:ખ નહી આપનારા જ દુઃખ ન ભોગવનારા જીવો તરીકે જગતમાં સારા અને સુખી ગણાય છે. સુખી થવાની ઇચ્છા દરેકને હોય છે. આ જગતમાં દુઃખના અનેક કારણોમાંનું મુખ્યમાં મુખ્ય કોઈ પણ કારણ હોય તો તે હિંસા જ છે. તે જ બધા દુ:ખનું ઊંડામાં ઊંડું મૂળ છે. એ જ પ્રમાણે દુઃખમાંથી છુટવાના સાધનોમાં મુખ્યમાં મુખ્ય કોઈ પણ સાધન હોય તો તેને અહિંસા જ છે. તે જ સર્વ સુખનું ઊંડામાં ઊંડ મૂળ છે, આ સિદ્ધાંતમાં કોઈનો પણ મતભેદ પડે તેમ નથી. જૈન ધર્મની બધી ક્રિયાઓ સીધી કે આડકતરી રીતે અહિંસાને જીવનમાં ઉતારવાની સાધનાના પ્રયોગો જ છે. તેથી જ અહિંસા એ જૈનધર્મનો મુખ્ય આધાર સ્થંભ છે, પ્રાણ છે. અથવા જેમ તલમાં તેલ, દૂધમાં ઘી તેમ સર્વ આચારોમાં ગુંથાઈ ગયેલું-સર્વ આચારોનું મુખ્ય તત્ત્વ અહિંસા છે. ધર્મની માતા અહિંસા છે, અહિંસા ધર્ષણ નનની | હિંસા નવઘણો ધખો ધર્મનું લક્ષણ અહિંસા છે.
SR No.008903
Book TitleJivvichar Prakaran
Original Sutra AuthorShantisuri
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2009
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy