SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ જીવવિચાર પ્રકરણ ૮૯ અથવા મોઢા આગળ બે વાળ હોય, તે તેઈન્દ્રિય, મોઢા ઉપર શીંગડા જેવા બે વાળ જેવા ભાગ હોય, તે ચઉરિન્દ્રિય જીવો ઓળખવાની નિશાની છે. આ ત્રણેય વિકસેન્દ્રિય કહેવાય છે. તે પર્યાપ્ત અને અપર્યાપ્ત હોય છે. એટલે કુલ ૬ ભેદ થયા. ૨૨+૬=૫૮ કુલ ભેદો અહીં સુધી થયા. ૧૮. પાંચ ઇન્દ્રિયવાળા જીવોના મુખ્ય ભેદો. ૧. નારકના ભેદો पंचिंदिया य चहा, नारय तिरिया मणुस्स-देवा य । नेड्या सत्तविहा, नायव्वा पुढवी-भेएणं ॥ १९ ॥ अन्वय : य पंचिंदिया चउहा, नारय-तिरिया य मणुस्स - देवा । पुढवीभेएणं नेड्या सत्तविहा नायव्वा. ॥ १९ ॥ શબ્દાર્થ પંચિંદિયા- પાંચ ઇન્દ્રિયોવાળા જીવો, ચઉહા-ચાર પ્રકારે, નારય-નારક, તિરિયા- તિર્યંચ, નારય-તિરિયા-નારકો અને તિર્યંચો, મણુસ્સ-મનુષ્ય, દેવા-દેવો, મસ્સ-દેવા-મનુષ્યો અને દેવો, નેરઇયા-નૈરયિક, નારક જીવો, સત્તવિહા-સાત પ્રકારે, નાયવા- જાણવા, પુઢવી-ભે એણે- પૃથ્વીના ભેદો ની અપેક્ષાએ.૧૯. ગાથાર્થ પાંચ ઇન્દ્રિયવાળા જીવો ચાર પ્રકારે : નારકો, તિર્યંચો, મનુષ્યો અને દેવો. પૃથ્વીઓના ભેદોની અપેક્ષાએ નારકો સાત
SR No.008903
Book TitleJivvichar Prakaran
Original Sutra AuthorShantisuri
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2009
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy