SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 820 જૈન રામાયણ પ્રત્યે આદર ધરાવનાર હતા. મૃદુ સ્વભાવ અને તીક્ષણ બુદ્ધિથી તેમણે સિદ્ધાર્થન સ્નેહ સંપાદન કરી લીધો. સિદ્ધાર્થને પણ લવ-કુશ પ્રત્યે ખૂબ સ્નેહ જાગ્રત થયો. ગુરુનો સ્નેહ અને શિષ્યનો વિનય ભેગા થાય% પછી કઈ સિદ્ધિ પ્રાપ્ત ન થાય? લવ અને કુશની વિનમ્રતાએ સિદ્ધાર્થના હૃદયને હરી લીધું. સિદ્ધાર્થે ક્રમશઃ પોતાની કળાઓ, સિદ્ધિઓ અને જ્ઞાન બંને કુમારોને આપવા માંડ્યું. વર્ષોની સાધના હતી! ગજબ હૈર્ય અને અપૂર્વ પ્રગતિ આવશ્યક હતાં. ઉતાવળ, કંટાળો કે ઉદ્વેગને સ્થાન આપે પાલવે એમ ન હતું. બંને કુમારોએ તરુણ અવસ્થામાંથી યુવાવસ્થામાં પ્રવેશ કર્યો. શસ્ત્રકળામાં અને શાસ્ત્રકળામાં પારંગત બન્યા. સ્વર્ગનો દેવ પણ આ કુમારો સમક્ષ હાંફી જાય તેવા દુર્ઘર્ષ યોદ્ધાઓ બની ગયા. સીતાજી ક્યારેક કુમારોના યુદ્ધ કૌશલને જુએ છે! ક્યારેક એમની શાસ્ત્રચર્ચા સાંભળે છે. એમનું હૃદય પ્રસન્ન થઈ જાય છે. યુવાન પુત્રો તરફથી પણ સીતાજીને સ્નેહ, ભક્તિ અને આદર મળે છે, વિનય અને બહુમાન મળે છે. લવ-કુશમાં યૌવનસુલભ ઉદ્ધતાઈએ પ્રવેશ કર્યો ન હતો. સુર્યના પ્રકાશથી પણ ન ભેદી શકાય એવો મોહવાસનાનો અંધકાર એમના પર છવાયો ન હતો. કર્તવ્ય-વિમુખતા અને વિવેક-ભ્રષ્ટતાએ તેઓની આસપાસ ભરડો લીધો નહોતો. રાજા વજજંઘ લવ-કુશના વિકસતા વ્યક્તિત્વને જોતા હતા. તેમના મનમાં અનેક વિચારો લવ-કુશ અંગે આવતા હતા. એક દિવસ મહારાજાએ સીતાજી સમક્ષ પોતાના મનની વાત મૂકી. દેવી, હવે લવ-કુશ યૌવનમાં આવ્યા છે અને અનેક કળાઓમાં પારંગત બન્યા છે.' “સિદ્ધાર્થના અવિરત પરિશ્રમનું તે પરિણામ છે.' બંને બાળકોએ ખંતથી ને ઉત્સાહથી કલાધ્યયન કર્યું છે અને કરે છે.' આપની કાળજી કેટલી બધી છે! હું તો રાજ્યના કામકાજમાંથી ઊંચો નથી આવતો, શું કાળજી રાખું?' કાળજી તમારી છે. પહેલાં ગુરુ તમે છો, સાચી માતા છો.' “હું તો નિમિત્ત માત્ર છું. બાળકોનું પુણ્ય જ પ્રબળ છે.” એમના પ્રબળ પુણ્યોદયથી આકર્ષાઈને, મેં એક વિચાર કર્યો છે.” For Private And Personal Use Only
SR No.008901
Book TitleJain Ramayana Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy