SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાસતી કલંકિત! ૮૦૧ પર આવું કલંક!’ ‘અવશ્ય લોકદૃષ્ટિમાં સીતા કલંકિત બની ચૂકી છે.' આ વિચારોએ એમના હૃદયને અસહ્ય વેદના આપી, તે છતાં ધૈર્ય ધારણ કરી, તેમણે નગર-મહત્તરોને પ્રત્યુત્તર આપ્યો : હે નગર-મહત્તરો, તમે જે વાત કરી, તે સારું કર્યું. હું તમારી ઉપેક્ષા કરનારો નથી; તેમ તમે પણ મારી ઉપેક્ષા કેમ કરો? ભક્તજનો ઉપેક્ષાવાળા નથી હોતા, તમે અવશ્ય માનજો કે માત્ર એક સ્ત્રીને ખાતર હું અપયશને સહન નહીં કરું.' શ્રી રામે નગર-મહત્તરોને સંતોષ આપ્યો. કલ્પનાતીત સંતોષ લઈને મહત્તરો ત્યાંથી વિદાય થયા. કલ્પનાતીત દુઃખથી શ્રી રામ વ્યથિત થયા. શ્રી રામની સામે બે વિકલ્પ હતા. કાં તેઓ સીતાની ખાતર અપયશ સહન કરે, કાં તેઓ યશની ખાતર સીતાનો વિરહ સહન કરે! શ્રી રામને પિતાના વચન ખાતર વનવાસ સ્વીકારતાં જે દુ:ખ નહોતું થયું તેવું અભૂતપૂર્વ દુઃખ આજે તેઓ અનુભવી રહ્યા. સીતાની વિરહની, સીતા વિનાના જીવનની કલ્પના પણ તેમને શૂન્ય બનાવી રહી હતી. સીતા ઉપર આવેલા કલંકથી પોતાની જાતને મુક્ત ક૨વા, પોતાની જાતને કલંકથી બચાવી લેવા, સીતાના ત્યાગ વિના બીજો કોઈ વિકલ્પ તેમને દેખાતો નથી, પરંતુ સીતાના ત્યાગની કલ્પના કરતાં જ તેમનું હૃદય દ્રવિત થઈ જાય છે. ‘તો શું અપયશ સહન કરી લેવો? ‘દુનિયાને જે બોલવું હોય તે બોલે.’ અને મન મનાવી લઈ, અપયશની ચિંતા ત્યજી દેવી? પરંતુ એક સીતા માટે સમગ્ર રાજપરિવારના યશને ધક્કો પહોંચાડવો?' શ્રી રામ દિશાશૂન્ય બની ગયા. એમના મુખ પર ચિંતાઓ ઘેરાઈ ગઈ. દિવસભર અકથ્ય વેદના સહતા, શ્રી રામે રાત્રિના સમયે સ્વયં નગરચર્યા સાંભળવાનો નિર્ણય કર્યો. સંધ્યાના રંગો વિલીન થઈ ગયા. અંધકાર ફેલાઈ ગયો. શ્રી રામે વેશપરિવર્તન કર્યું અને એકલા જ નગરમાં નીકળી પડ્યા. જ્યાં જ્યાં બે-ચાર સ્ત્રી કે પુરુષો ભેગા થઈને વાતો કરતા હતા ત્યાંથી પસાર થવા લાગ્યા. એ લોકોની વાતો સાંભળવા લાગ્યા. એ જ વાતો, એ જ ચર્ચા ડગલે ને પગલે શ્રી રામ સાંભળવા લાગ્યા. રાવણ સીતાને એની લંકામાં લઈ ગયો, સીતાને ત્યાં રાખી, રામ સીતાને લઈ આવ્યા. સીતાને તેઓ સતી માને છે. પરંતુ રાવણે સીતાનો ઉપભોગ કેમ For Private And Personal Use Only
SR No.008901
Book TitleJain Ramayana Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy