SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બહુરૂપિણી વિદ્યા ૭૧૧ રામ-લક્ષ્મણનાં તો તીરોથી બચાવનાર કોઈ ન મળ્યું, ત્યારે તું આ ધતિંગ લઈને બેઠો છે? તે મારા સ્વામી શ્રી રામની પત્ની સતી સીતાનું અપહરણ શ્રી રામની ગેરહાજરીમાં કર્યું હતું, જ્યારે આજે જો હું તારી પત્ની મંદોદરીનું અપહરણ તારા દેખતાં જ કરું છું.” રોષથી સગળતો અંગદ મંદોદરીને રોતી-કકળતી, કરુણ સ્વરે વિલાપ કરતી, ચોટલાથી ઘસડતો લઈ આવ્યો. મંદોદરી અચાનક આવી પડેલી આપત્તિથી ડઘાઈ જ ગઈ હતી. લંકાના લાખો સુભટો જે રાજમહેલની દિન-રાત રક્ષા કરે, તે રાજમહેલમાંથી લંકાની પટરાણીને ઉપાડી લાવવી, તેનો ચોટલો પકડી ઘસડી જવી તે કેવું ઘર સાહસ? ગૃહચૈત્યમાં આવીને અંગદે મંદોદરીને રાવણ સામે પટકી અને રાવણને કહ્યું, “જો તારી આ પત્નીનું અપહરણ કરી જાઉં છું, તારા દેખતાં.' છતાં ધ્યાનમાં એકાગ્ર બનેલો રાવણ જાણે કંઈ જ જોતો નથી, કંઈ જ સાંભળતો નથી. એ તો જાપમાં લીન છે! રાવણના પૈર્યો હદ કરી! રાવણની સત્ત્વશીલતાએ વિદ્યાદેવીને અવકાશમાં ઉપસ્થિત કરી દીધી. આકાશ પ્રકાશિત થયું. વિદ્યાદેવીએ મધુર ધ્વનિ કર્યો. તે બોલી “હે રાવણ, હું તને સિદ્ધ થઈ છું. હું શું કરું, તે મને કહે, સકલ વિશ્વને તારે વશ કરી દઉં. એ રામ લક્ષ્મણ શી વિસાતમાં છે?' રાવણે કહ્યું : “હે વિદ્યાદેવી, તું બધું જ કરી શકે એમ છે. હું જ્યારે યાદ કરું ત્યારે ઉપસ્થિત થજે. હમણાં તું તારા સ્થાને જઈ શકે છે.' વિદ્યાદેવી અંતર્ધાન થઈ ગઈ. અંગદ આદિ સુભટો પણ પવનવેગે પોતાની છાવણીમાં ભાગી ગયા, ત્યાં ગૃહચૈત્યના એક ભાગમાં પડેલી મંદોદરીને જોઈ. તેણે મંદોદરીની દુર્દશા જોઈને પૂછ્યું : પ્રિયે, આવી કદર્થના કોણે કરી?” મંદોદરીએ અંગદના આગમનની વાત કરી, રાવણ રોષથી સળગી ઊઠ્યો. તેણે ભયંકર ગર્જના કરીને વેરનો બદલો લેવા પ્રતિજ્ઞા કરી. મંદોદરીએ કહ્યું : સ્વામીનાથ, આપને વિદ્યાસિદ્ધિ થઈ ગઈ છે. હવે આપના મનોરથો સફળ થશે. હવે આપ સ્નાન-ભોજન કરી સ્વસ્થ બનો, મંદોદરી રાવણને લઈ, રાજમહેલમાં આવી. રાવણે સ્નાન કર્યું. મંદોદરીએ ભોજન તૈયાર કરાવ્યું. બંનેએ ભોજન કર્યું. ભોજન કરતાં રાવણે મંદોદરીને કહ્યું : For Private And Personal Use Only
SR No.008901
Book TitleJain Ramayana Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy