SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ ફિ૦૫ સુભટોને ખેંચવા પ્રયત્ન કરવા લાગ્યા અને યુદ્ધ માટે ઉશ્કેરવા લાગ્યા. બંને એકબીજાને બનાવટી કહેતા આક્રોશ કરવા લાગ્યા. હસ્તીદળ, અશ્વદળ, રથદળ અને પાયદળ, યુદ્ધમાં ઊતરી પડ્યું. મંત્રીવર્ગ કિંકર્તવ્યમૂઢ બની, કિષ્કિન્ધપુરની અવદશા જોઈ રહ્યો. સેંકડો-હજારો સુભટ કપાવા લાગ્યા. હાથી, ઘોડાની લાશોથી નગરના માર્ગો અવરુદ્ધ થવા લાગ્યા. સાચા સુગ્રીવે પોતાના નગરની, પોતના સૈન્યની આ દુર્દશા જોઈ. એની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં. કપટી સુગ્રીવ પર ભયંકર રોષ ઊભરાયો. તે બે હાથમાં ખડગ ઘુમાવતો બનાવટી સુગ્રીવ તરફ દોડી ગયો. અરે દુષ્ટ, અધમ, પરઘરમાં તને પ્રવેશ નહિ મળે. બંને સુગ્રીવ શસ્ત્રોના પ્રહાર કરવા લાગ્યા. પરઘરમાં હું પ્રવેશ કરું છું કે તું, તેનો નિર્ણય હમણાં જ કરી દઉં છું.” કપટી સુગ્રીવે સાચા સુગ્રીવને પડકાર્યો, ને ભીષણ યુદ્ધ કરવા લાગ્યો. તેણે તીરોની વર્ષા કરી દીધી. સાચા સુગ્રીવે તેના એકએક તીરને તોડી નાંખ્યું. બંનેએ ગદા યુદ્ધ શરૂ કર્યું. ગદાઓ પણ તૂટી ગઈ. બંનેએ ખડગ લીધાં. ખડુગના ખણખણાટમાંથી આગના તણખા ખરવા માંડ્યા, બંનેના ખડગોના ટુકડા થઈ ગયા. બંને ભાલા લઈ એકબીજા પર તૂટી પડ્યા. ભાલાના પ્રહારોને નિષ્ફળ બનાવતા, એકબીજાને હંફાવતા, બંને મદોન્મત્ત હસ્તીની જેમ ભૂમિને કંપાવવા લાગ્યા, ભાલા કુંઠિત બની ગયા. બંને સુગ્રીવ મલ્લકુસ્તી કરવા લાગ્યા. ક્ષણમાં સાચો સુગ્રીવ આકાશમાં ઊછળી બનાવટી સુગ્રીવને ભૂમિ પર પટકી દે છે તો ક્ષણમાં બનાવટી સુગ્રીવ સાચા સુગ્રીવને ચારેય દિશામાં ફેરવીને ભૂમિ પર પછાડી દે છે! કોઈ કોઈને જીતી શકતું નથી. એકબીજા સામે ઘૂરકતા તેઓ દૂર ઊભા રહી ગયા. સંધ્યા થઈ ગઈ હતી. યુદ્ધને થોભાવી દેવામાં આવ્યું. સાચો સુગ્રીવ ચિંતાસાગરમાં ડૂબી ગયો. તેને ખૂબ ગ્લાનિ થઈ આવી. અહ, ધિક્કાર હો મને, મેં વીર વાલીના પરાક્રમને લજવ્યું, ધન્ય છે મોટા ભાઈ; વિજેતા બનીને પણ તેમણે રાજપાટ ત્યજી ચારિત્ર સ્વીકાર્યું, કેવળજ્ઞાન પામી મોક્ષે સિધાવ્યા. હું એક માયાવીને પણ શિક્ષા કરી શકતો નથી. મારું રાજ્ય છિન્ન-ભિન્ન બની ગયું, મારું સૈન્ય વિનાશના આરે આવી ઊભું. યુવરાજ ચન્દ્રરશ્મિ પણ શું કરે? હા, તેણે સારું કર્યું. અંત:પુરની રક્ષા કરવા તે ખડેપગે ઊભો છે. તેણે ખૂબ બુદ્ધિપૂર્વક કામ કર્યું. હા, એ મારો પક્ષ કેવી રીતે લે? હું એને કેવી રીતે પ્રતીતિ કરાવું કે સાચો છું?” આ માયાવી ખરેખર For Private And Personal Use Only
SR No.008900
Book TitleJain Ramayana Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy