SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org * * ૫૫. સીતા-સ્વયંવર શ્રી રામ અને લક્ષ્મણે જનકને સ્વયંવરનું આયોજન નિર્ભયતાથી ક૨વા માટે પોતાની સંમતિ દર્શાવી. બીજી બાજુ સીતાને પણ વિદેહાએ નવી ઉપસ્થિત થયેલી સંકટસ્થિતિ સમજાવી દીધી. સીતાએ તો પોતાનો નિર્ધાર મનમાં કરી જ લીધો હતો. આ ભવમાં ૨ામ સિવાય, બીજા કોઈને પોતાની કાયાનું અને મનનું સમર્પણ તે કરનાર ન હતી. પરંતુ તેને વિશ્વાસ હતો: સ્વયંવરમાં શ્રી રામ જ વિજયી બનશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir મહારાજા જનકે સીતા-સ્વયંવરની ઘોષણા કરી દીધી. દેશ-વિદેશમાં દૂતોને રવાના કરી દીધા. વિદ્યાધર દુનિયામાં ચન્દ્રગતિના દૂતોને જનકે મોકલી દીધા. સમાચાર જ્યાં જ્યાં પહોંચ્યા, ત્યાંના અનેક રાજાઓ અને રાજકુમારો મિથિલામાં આવવા લાગ્યા. મિથિલાપતિએ રાજમહેલના વિશાળ પટાંગણમાં સ્વયંવર-મંડપની રચના કરાવી. મિથિલાના કુશળ કલાકારોએ મંડપને દર્શનીય બનાવી દીધો. આમંત્રિત રાજા-મહારાજા અને રાજકુમારો માટે કલાત્મક અને યોગ્યતાનુસાર સિંહાસનો ગોઠવી દીધાં. ભૂમિતલને સુગંધી જલથી અને સુગંધી દ્રવ્યોથી મઘમઘાયમાન બનાવી દીધું. મંડપના સ્તંભો પર મણિ-માણેક ને રત્નોનાં સુશોભન કર્યાં. ઉપરની છત પર ચોસઠ અને બોત્તેર કળાઓનું રેખાંકન કર્યું. વચ્ચે વચ્ચે ઇન્દ્રચાપ-વર્ણનાં ઝુમ્મરો લટકાવવામાં આવ્યાં. દરેક સિંહાસન પાસે બહુમૂલ્ય નાનાં આસનો મૂકવામાં આવ્યાં હતાં. તેના પર તાજાં પુષ્પોના ગજરા અને ધૂપ-દાન સ્થાપિત કરવામાં આવ્યાં હતાં. મંડપના મધ્ય ભાગમાં એક સુશોભિત વેદિકા ઉપર બે ધનુષ્યની સ્થાપના કરવામાં આવી હતી. સ્વયંવરનો દિવસ આવી પહોંચ્યો. રાજમહેલમાં બ્રાહ્મમુહૂર્ત વાજિંત્રો વાગી ઊઠ્યાં. મિથિલા સેંકડો રાજા-મહારાજાઓ અને રાજકુમારોના આગમનથી ધમધમી ઊઠી હતી. સહુ પ્રાભાતિક કાર્યોથી પરવારી સ્વયંવર-મંડપની તરફ પોતપોતાના આડંબરસહિત આવવા લાગ્યા. સૌ પ્રથમ વિદ્યાધરેન્દ્ર ચન્દ્રગતિએ યુવરાજ ભામંડલની સાથે મંડપમાં પ્રવેશ કર્યો. મહારાજા જનકે પૂર્ણ સૌહાર્દથી સ્વાગત કર્યું. ત્યાર પછી વિદ્યાધર રાજાઓ અને કુમારોએ પ્રવેશ કર્યો. ત્યારબાદ દેશ-દેશાંતરથી પધારેલા રાજામહારાજાઓએ પ્રવેશ કર્યો. સહુ પોતાના યોગ્ય આસને આરૂઢ થયા. For Private And Personal Use Only
SR No.008900
Book TitleJain Ramayana Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy