SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ ૪૫૯ મહારાજા જનકને સમાચાર મળતાં જનક અવાકુ બની ગયા. ‘કુમાર નથી?” તેમની આંખો પહોળી થઈ ગઈ. તરત જ તેઓ ઊઠ્યા અને ત્વરાથી અંત:પુરમાં જઈ પહોંચ્યા. જનકને જોતાં જ વિદેહા દોડી આવી અને જનકનાં ચરણોમાં માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. મારા કુમારને કોણ ઉપાડી ગયું. 'આંસુનીતરતી આંખે વિદેહાએ જનકની સામે જોઈ કહ્યું. જનકને કંઠ રૂંધાઈ ગયો. તેમની આંખો આંસુથી છલકાઈ ગઈ. હું હમણાં જ તપાસ કરાવું છું.” જનકે આશ્વાસન આપ્યું અને ગુપ્તચર સૈનિકોને તરત બોલાવ્યા. સૈનિકોને કુમારના અપહરણની વાત કરી અને ત્વરાથી શોધ કરી લાવવા આજ્ઞા આપી. સૈનિકો વિના વિલંબે ત્યાંથી રવાના થયા, ચારે દિશાઓમાં સેંકડો ગાઉં સુધી શોધ કરવા પહોંચી ગયા. દિવસો પર દિવસો વીતવા લાગ્યા. વિદેહાના હૃદયમાં ભારે ઊથલપાથલ મચી ગઈ. તેણે ખાવા-પીવાનું ત્યજી દીધું., સ્નાન, શૃંગાર ત્યજી દીધાં. નિરંતર આંખમાંથી આંસુ વહાવતી, મારા લાડલા કુમારને કોણ ઉપાડી ગયું? એનું શું થયું હશે? એને ગોદમાં સુવાડી સ્નેહથી આલિંગન કોણ આપતું હશે? હાય... કોઈ દુષ્ટ એને મારી તો નહીં નાંખ્યો હોય?... એ ધ્રૂજી ઊઠી... બાવરી બનીને શયનગૃહના વાતાયન પાસે દોડી ગઈ. દૂર દૂર દૃષ્ટિ કરી, પરંતુ પુત્રઆગમનનાં કોઈ ચિહ્ન ન દેખાયાં. તે ઊભી રહી... તેનું મુખ સફેદ પૂણી જેવું બની ગયું. તેની આંખો વેદનાથી ભરાઈ ગઈ ત્યાં સીતાના રૂદનનો અવાજ આવ્યો. તે દોડી અને સીતાને ગોદમાં લઈ લીધી. મહારાજા જનક પાસે રોજ નિરાશાજનક સમાચાર આવવા લાગ્યા. ક્યાંય કુમારનો પત્તો ન લાગ્યો. જનક અને વિદેહાએ હવે આશા છોડી દીધી. પોતાના દુર્ભાગ્ય પર ફિટકાર વરસાવતાં તેઓ દિવસે દિવસે શોકમુક્ત બનવા લાગ્યા. સીતાએ તેમના દુઃખને ઘણું હળવું કરી દીધું. આમેય સંસારમાં શોક અને હર્ષ આવે છે ને જાય છે! નથી શોક સદૈવ ટકતો, નથી હર્ષ સદા માટે રહેતો. સીતા! સીતાનો જન્મ-મહોત્સવ મહારાજા જનક ન ઊજવી શકયા. જન્મતાંની સાથે જ પુત્રવિરહનો શોક મિથિલાને ઘેરી વળ્યો હતો. જેમ પુત્રવિરહનું દુઃખ ભુલાવા માંડ્યું તેમ તેમ સીતા પ્રત્યેનું મમત્વ વધવા લાગ્યું. રૂપ અને લાવણ્યથી સીતાનું વ્યક્તિત્વ ખૂબ વિકસવા માંડ્યું. અનેક કલાઓ અને શાસ્ત્રજ્ઞાનથી તેનામાં પ્રભાવકતા વિકસી ઊઠી, પુણ્યપ્રકૃતિઓના વિવિધ ઉદયોથી સીતાની ચોતરફ સ્વર્ગ સર્જાઈ ગયું. For Private And Personal Use Only
SR No.008900
Book TitleJain Ramayana Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy