SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ----- નજરાણું ધરીને શ્રેણિક રાજાના દરબારમાં રાજા પાસે વાવનિર્માણની અનુમતિ માગી રહ્યા છે નંદ મણિયાર ! કાર્ય થઈ ગયું સંપન્ન અને લોકોનાં ટોળેટોળાં આવવાના શરૂ થઈ ગયા એ વાવડીઓની મુલાકાતે. વાવડીઓની ભવ્યતા નિહાળતાની સાથે જ સહુનાં મુખમાંથી નીકળી રહ્યા છે તમારી ભરપેટ પ્રશંસા કરતા શબ્દો અને એ શબ્દો સાંભળીને તમને એમ લાગી રહ્યું છે કે 'જન્મારો મારો થઈ ગયો છે સફળ ! આખી રાજગૃહીમાં મારા જેવું કોઈ જ ઉદાર નથી. બધાય મારી ઠેઠ જ છે' એમાં, એક દિવસ અચાનક તમારા શરીરમાં ઉત્પન્ન થઈ ગયા છે સોળ રોગો. પારાવાર વેદના વચ્ચે તમારું મન વાવડીના ઘ્યાનમાં જ લીન છે. એ વાવડીમાં રહેલા દેડકાઓ તમને લાગી રહ્યા છે ભારે નસીબદાર અને એ જ અધ્યવસાયમાં સમાપ્ત થઈ ગયું છે તમારું જીવન અને તમારી પોતાની જ વાવડીમાં દેડકા તરીકે તમે થઈ ગયા છો ઉત્પન્ન ! પ્રભુ ! યાં આસક્તિ ત્યાં જ ઉત્પત્તિ' ના ગણિતને આંખ સામે રાખ્યા વિના જો હું જ્યાં ત્યાં અને જેના તેના પર આસક્તિ કરતો રહ્યો તો મારી હાલત પણ આવી જ થવાની ને ? એક વિનંતિ કરું તને ? મારું મન તને છોડીને અન્ય કોઈના ય પર આસક્ત ન થઈ જાય એવું તું મને વરદાન આપી દે. L 2 S ૯૫
SR No.008898
Book TitleAngdi Chindhunu
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy