SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ રાણી કલાવતી ! રાજરાણી બનવાનું સદ્ભાગ્ય તમને સાંપડ્યું છે. રૂપ, યૌવન અને તંદુરસ્તી આ બધું ય તમને હાથવગું હોવા સાથે પતિ તરીકે તમને રાજા મળ્યો છે અને એટલે જ તમે ધરતી પર સ્વર્ગના સુખનો અનુભવ કરી રહ્યા છો. પણ, એક દિવસ બન્યું છે એવું કે તમારા હાથમાં તમારી દાસીને એકદમ ચળકતા અને આકર્ષક કંકણ જોવા મળ્યા છે અને એ કંકણ જાઈને એ સ્તબ્ધ થઈ ગઈ છે. ‘આ કંકણ તમે લાવ્યા ક્યાંથી ?” જે હંમેશાં મારા મનમાં રહે છે” ‘કમાલ !' જેના મનમાં હું હંમેશાં રહું છું' ‘ઓહ !' રાત-દિવસ હું જેને ભૂલી શકતી નથી” ‘આશ્ચર્ય !” ‘જેનાં દર્શને મારા આનંદનો પાર નથી રહેતો વાહ !' એના તરફથી મને આ કંકણ મળ્યા છે” કલાવતી ! “જેનાં દર્શનથી મારા આનંદનો પાર નથી રહેતો, એમણે આ સુંદર કંકણો મને મોકલ્યા છે” દાસીને તમે કરેલી આ વાત પરદા પાછળ છુપાયેલ રાજાએ સાંભળી લેતાં એને કારમો આઘાત લાગ્યો છે.
SR No.008898
Book TitleAngdi Chindhunu
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy