SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ 36 અરુણદેવ - દેવની ! તાપ્રલિપ્ત નગરના શ્રેષ્ઠી પુત્ર તમે અરુણદેવ અને પાટલિપુત્ર નગરની શ્રેષ્ઠીપુત્રી તમે દેવની, બંને પતિ પત્નીના સંબંધે જોડાયા છો. એક દિવસ અરુણદેવ, તમારા મિત્ર સાથે તમે જહાજમાં સમુદ્ર સફરે નીકળ્યા તો છો પણ અશુભકર્મોના ઉદયે મધદરિયે જહાજ તોફાનમાં સપડાઈ ગયું છે. ખલાસીના પુષ્કળ પ્રયાસો છતાં જહાજને તૂટતું બચાવી શકાયું નથી પણ તમારા નથા તમારા મિત્રના, બંનેના હાથમાં જહાજનું એક મજબૂત લાકડું આવી ગયું છે અને એના સહારે તમે બંને સમુદ્રના કોક અજાણ્યા કિનારે આવી ગયા છો. ત્યાંથી ચાલતા ચાલતા તમે પાટલિપુત્ર નગરની બહાર આવી ગયા છો. ‘અન્નદેવ, તારા શ્વશુર આ જ નગરમાં રહે છે ને ? ચાલો, આપણે એમને ત્યાં પહોંચી જઈએ.” ‘મિત્ર, આવી અવસ્થામાં હું શુરને ત્યાં જઈને શું કરું ?” ‘એક કામ કર. તું અહીં બેસ. હું તારા શ્વશુરને ત્યાં જઈને આવું છું. અરુણદેવ, મિત્ર તમારો ગયો છે ગામમાં અને તમે ત્યાં રહેલા એક દૈવમંદિરમાં આરામ કરવા આડા પડ્યા છો તો ખરા પણ શરીર તમારું અત્યંત શ્રમિત હોવાના કારણે તમે ગણતરીની પળોમાં તો નિદ્રાધીન થઈ ગયા છો. આ બાજુ તમારી પત્ની દેવની ઉપવનમાં અલંકારોથી સજ્જ થઈને આવી છે અને એના પર એક ચોરની નજર પડી છે. દેવનીના કાંડા પર રહેલ સોનાનાં કડાં જોઈને એની આંખો ચમકી ગઈ છે અને સિફતપૂર્વક એ દેવનીની પાછળ આવ્યો છે અને લાગ જોઈને એણે દેવનીના હાથ પર વાર કર્યો છે અને કાંડા કાપીને કડાં લઈને એ ભાગ્યો છે. દૈવનીએ ચીસાચીસ કરી મૂક્તા એની સાથે આવેલ સિપાઈ ચોરને પકડવા એની પાછળ દોડ્યો છે અને પકડાઈ જવાના ભયે ચોર દેવ-મંદિરમાં ઘૂસી ગયો છે અને અરુણદેવ, નિદ્રાધીન બની ગયેલ તમારી પાસે તલવાર અને કડાં મૂકીને ભાગી ગયો છે. ચોરનો પીછો કરતો સિપાઈ એ દેવમંદિરમાં આવી ચડ્યો છે અને એણે તલવાર તથા કડાં તમારી બાજુમાં પડેલ જોઈને તમને જ ચોર ધારી લીધા છે. તમને એણે ઉઠાડ્યા છે, પકડીને માર્યાં છે અને રાજા સમક્ષ હાજર કર્યા છે. ક્રોધાવિષ્ટ બની ગયેલ રાજાએ તમને શૂળીએ ચડાવી દેવાની સૈનિકને આજ્ઞા કરી દીધી છે. શંકા તો મનમાં એ ઊઠી છે કે તમારા બંનેના જીવનમાં આ અનિષ્ટ સર્જાયું જ કેમ ? કારણ કે કારણ વિના તો કાર્ય સર્જાતું જ નથી. પણ શાસ્ત્રદર્પણમાં ઝાંકીને જોયું ત્યારે એનો તાળો બરાબર મળી ગયો. + + + વર્ધમાન નગર, કુલપુત્ર સુઘડ, પત્ની ચન્દ્રા અને પુત્ર સર્ગ, ઘરમાં ભારે દરિદ્રતા છે. ક્યારેક ક્યારેક તો ખાવાના ય વાંધા પડી રહ્યા છે અને એના જ કારણે સુઘડ અને ચન્દ્રા, બન્ને મજૂરી કરીને જીવન વીતાવી રહ્યા છે. અને એમાં બન્યું છે એવું કે યુવાવસ્થામાં જ કોક રોગનો શિકાર બની જવાના કારણે સુઘડ પરલોક ભેગો રવાના થઈ ગયો છે. ‘બેટા, મારી તને એક વિનંતિ છે’ ચન્દ્રાએ પોતાના પુત્ર સર્ગને બોલાવીને વાત કરી છે. ૭૨
SR No.008898
Book TitleAngdi Chindhunu
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy