SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ એ ચોકીદાર રાજવૈદને બોલાવવા ગયો છે અને સૂર્યકાંતા, હું વિચારમાં ચડી છે. જો સમયસર રાજવૈદ ગે આવી ગયો અને એણે પ્રદેશીને ઊલટી કરાવી દીધી તો ચોક્કસ એ દૂધમાં ભેળવેલા ઝેરને પકડી જ પાડવાનો અને દૂધમાં ઝેર ભેળવવાના કાવતરામાં મારી સામેલગીરી જ છે એ નક્કી થઈ જવાનું તો મારું તો મોત જ થઈ જવાનું ને ? એવું કાંઈ થાય એ પહેલાં હું જ આ પ્રદેશીને પરલોકમાં રવાના શા માટે ન કરી દઉં ? અને સૂર્યકાંતા, એક વખતના તારા પ્રાણપ્યારા રાજવી પ્રદેશી પર તું કૂદી છે અને ક્રૂરતાપૂર્વક એનું ગળું દાબી દઈને તે એ ધર્માત્મા પ્રદેશીનું જીવન સમાપ્ત કરી દીધું છે. મહારાણી સૂર્યકાંતા ! એક વખતના તારા પ્રાપ્યારા રાજવીનું ક્રૂરતાપૂર્વક ગળું દબાવી દેતા તને કોઈ શરમ પણ નથી આવી ? પ્રભુ, બૉમ્બ જેમ મિત્ર અને દુશ્મન બંનેને મારી નાખે છે તેમ કામાંધતા સ્વજન અને પરજન બંનેને ખતમ કરી નાખે છે એ જાણ્યા પછી તને એક જ પ્રાર્થના કરવાનું મને મન થાય છે. જન્માંધતાના દુઃખને તો હું એકવાર જીરવી જઈશ પણ લોભાંધતા અને કામાંધતાના પાપથી તો તું મને કાયમ દૂર જ રાખજે. ૯
SR No.008898
Book TitleAngdi Chindhunu
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy