SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ' ૩૦૪ હ જ મુનિવરો પીઠ અને મહાપીઠ ! નિષ્પાપ એવું સંયમજીવન તમારા હાથમાં છે. એના વિશુદ્ધ પાલન માટેની તમારા બંનેની જાગૃતિ વંદનીય પણ છે અને અનુમોદનીય છે. સંયમજીવનમાં એક પણ અતિચાર ન લાગી જાય એ બાબતમાં તમે ગજબનાક હદે સાવધ પણ છો. વળી, સ્વાધ્યાયક્ષેત્રે પણ તમારો પરિશ્રમ દાદ માગી લે તેવો છે. લોહીનું પાણી થઈ જાય એવો ઉત્કટ સ્વાધ્યાય તમે બંને કરી રહ્યા છો. પણ, બન્યું છે એવું કે ચક્રવર્તીના બે પુત્રો કે જેમાંના એકનું નામ બાહુ છે અને બીજાનું નામ સુબાહુ છે, એ બંને પણ તમારી સાથે જ ચારિત્રજીવનની સાધના કરી રહ્યા છે. તમારી જેમ એ બંનેના જીવદળ પણ એટલા જ ઊંચા છે. બન્યું છે એવું કે એક દિવસ બાહુ મુનિવર ગુરુદેવ પાસે આવ્યા છે. ‘ભગવંત, એક વિનંતિ છે” ‘સમુદાય આપણો બહુ મોટો છે” ‘હા, ૫૦૦ સાધુઓનો’ ‘એ તમામની ગોચરી-પાણીથી ભક્તિ મારે કરવી એવી મારી ભાવના છે.' ‘તમારી એ ભાવનાને ખુશીથી ચરિતાર્થ કરો” ગુરુદેવ તરફથી મળી ગયેલ આ અનુજ્ઞા અને આશીર્વાદથી પ્રસન્ન પ્રસન્ન બની ગયેલ બાહુ મુનિવરે બીજા જ દિવસથી એ યોગમાં ભરપૂર ઉલ્લાસથી ઝુકાવી દીધું છે. નથી એ પોતાના શરીરના શ્રમને ગણકારતા કે નથી એ પોતાનાં ગોચરી-પાણીની પરવા કરતા. એમણે તો એક જ લક્ષ્ય બનાવી દીધું છે. ‘ગોચરી-પાણીથી સહુ મુનિઓની એવી મસ્ત ભક્તિ કરું કે સહુને સુંદર શાતા મળતી રહે અને શાતાને પામીને સહુ સંયમજીવનને પ્રસન્નતાપૂર્વક આરાધતા રહે. એક બાજુ બાહુ મુનિવરે ગોચરી-પાણીની ભક્તિનો આ મહાયજ્ઞ આરંભી દીધો છે તો બીજી બાજુ સુબાહુ મુનિવર પણ એક વાર ગુરુદેવ પાસે આવ્યા છે. ‘ભગવંત, એક વિનંતિ છે” “કહો” ‘પ00 મુનિવરોના આવડા મોટા વિશાળ સમુદાયમાં કો’ક મુનિવરો તપસ્વી પણ છે તો કો'ક મુનિવરો ગ્લાન પણ છે. કેટલાક મુનિવરો વૃદ્ધ પણ છે તો કેટલાક મુનિવરો વિશિષ્ટ અભિગ્રહધારી પણ છે. કો'ક મુનિવર લોહી-પાણી એક કરી નાખતા સ્વાધ્યાયમાં લીન છે તો કો'ક મુનિવર કલાકોના કલાકો ધ્યાનમાં રત છે. આ તમામ મુનિવરોની વૈયાવચ્ચ અર્થાત્ વિશ્રામણા હું કરું એવા મારા મનના કોડ છે. આપ જો સંમતિ આપો તો મનના એ કોડને હું પૂરા કરીને જ રહું.” | ‘મારી તમને અનુજ્ઞા પણ છે અને મારા તમને અંતરના આશીર્વાદ પણ છે કે ખુશીથી તમારા મનના એ કોડ પૂર્ણ કરો' અને ૬૨
SR No.008898
Book TitleAngdi Chindhunu
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy