SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ 30 કામાંધ કમલમ્પી ! શિવભૂતિની પત્ની તું, તારા જ દિયર વસુભૂતિ પ્રત્યે આસક્ત બની છે. અલબત્ત, તું વસુભૂતિ પાછળ પાગલ છે પણ વસુભૂતિને પોતાના સ્થાનનો ખ્યાલ છે, ‘કમલશ્રી તો મારી ભાભી હોવાના કારણે માતાના સ્થાને છે. એના અંગે મારાથી કર્યો નબળો વિચાર કરાય ? કોઈ જ નહીં' આ ખ્યાલે વસુભૂતિ તો તારાથી બિલકુલ સલામત અંતર રાખી રહ્યો છે પરંતુ તારું એના પ્રત્યેનું આકર્ષણ એવું ને એવું જ અકબંધ છે. અને એક દિવસ તો તે નિર્લજ્જતાની તમામ હદ વટાવી દઈને વસુભૂતિ પાસે અનુચિત માગણી કરી જ દીધી છે. વભૂતિ તારી આ હલકટ માગણી સામે ઝૂકયો તો નથી પણ તારી આ માગણી સાંભળીને એનું અંતઃકરણ વૈરાગ્ય વાસિત બની ગયું છે. ‘વિષય વાસના આટલી બધી ભયંકર છે ? દિયર-ભાભી વચ્ચેના પવિત્ર સંબંધમાં ય એ આવી આગ લગાડી શકે છે ? સર્યું આ વિષય વાસનાથી અને સર્યું આ વિષય વાસનાને બહેલાવતા સંસારવાસથી !' વસુભૂતિને આ વિચારણાએ સંયમમાર્ગે વાળી લીધો છે અને એક દિવસ સંયમજીવન અંગીકાર કરીને એ મુનિ બની ગયો છે. કમલથી ! તારી પાસે આ સમાચાર આવ્યા પછી ય તું એના પ્રત્યેના આકર્ષણથી મુક્ત થઈ શકી નથી. ચોવીસે ય કલાક તારું મન આર્તધ્યાનથી ગ્રસિત જ રહેવા લાગ્યું છે અને એ જ અવસ્થામાં મરીને પછીના ભવમાં તું કૂતરી બની છે. કામાંધ કમલશ્રી ! પૂર્વભવના રાગમાં લીન તું આ ભવે કૂતરી બનીને વસુભૂમિ મુનિવરનો પડછાયો બની તેની પાછળ પાછળ ભટકવા લાગી છે ! ૫૮
SR No.008898
Book TitleAngdi Chindhunu
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy