SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ એક દિવસ તમે સંથારામાં સૂતા છો અને એ જ વખતે એક મુનિ ભગવંત તમારી પાસે આવી ચડ્યા છે. ‘ગુરુદેવ, આગમની આ પંક્તિનો અર્થ નથી સમજાતો” તમારી આંખ મીંચાવાની તૈયારી હતી છતાં એ મુનિ ભગવંતના મનની જિજ્ઞાસા શાંત કરવા તમે સંથારામાં બેઠા થઈ ગયા છો અને એ મુનિ ભગવંતે રજૂ કરેલ આગમની પંક્તિનો અર્થ તમે એને પ્રસન્નચિત્તે સમજાવ્યો છે. ખૂબ પ્રસન્ન થઈને એ મુનિ ભગવંત આપની પાસેથી ગયા છે અને તમે સૂઈ જવા પુનઃ સંથારામાં લંબાવ્યું છે પણ, તમારી આંખ મીંચાય એ પહેલાં અન્ય એક મુનિ ભગવંત તમારી સમક્ષ આવીને ઊભા રહી ગયા છે. ‘ગુરુદેવ, આગમની આ પંક્તિની આગળનું પદ અને વાક્ય આપ મને કહો અને એનો અર્થ પણ સમજાવો” હાથ જોડીને એ મુનિ ભગવંતે આપને વિનંતિ કરી છે અને સંથારામાં પુનઃ બેઠા થઈ જઈને આપે એમની જિજ્ઞાસા શાંત કરી છે. એ મુનિવર પોતાના સ્થાને પહોંચે એ પહેલાં એક ત્રીજા મુનિવર પોતાના મનની શંકાનું સમાધાન કરવા તમારી પાસે આવી પહોંચ્યા છે. તમે એમની શંકાનું સમાધાન પણ કરી આપ્યું છે પણ એ મુનિવર જતાંની સાથે જ એક ચોથા મુનિવર તમારી પાસે એવી જ કોક શંકા લઈને ઉપસ્થિતિ થઈ ગયા છે. શરીર તમારું શ્રમિત છે. આંખો તમારી નિદ્રાથી ઘેરાયેલી છે. સંથારો વ્યવસ્થિત પથરાઈ ચૂક્યો છે પણ આગમ પંક્તિઓનાં સમાધાનો મેળવવા આવી રહેલ મુનિઓના કારણે તમે સૂઈ શક્યા નથી અને તમે વિચારમાં ચડી ગયા છો. “મારા વડીલ બંધુ મુનિવર કશું જ ભણ્યા નથી તો કેટલા બધા મજામાં છે? શાંતિથી એ સૂઈ જાય છે. સ્વેચ્છાએ એ ભોજન કરે છે અને સ્વેચ્છાએ એ બોલે છે. આ હું ઘણું ભણ્યો છું એની જ તકલીફ છે ને? નથી મને આરામ કરવા મળતો કે નથી મને સૂવા મળતું. વડીલ બંધુ મુનિવર જેવું સુખ મારે ભોગવવું જ છે અને એટલે આજથી મારે ભણવા-ભણાવવાનું કામ બંધ !' આ વિચાર સાથે તમે બાર દિવસ સુધી સંપૂર્ણ મૌન થઈ ગયા છો. નથી તમે એ સમય દરમ્યાન કાંઈ ભણ્યા કે નથી તમે એ ગાળા દરમ્યાન કોઈને ય ભણાવ્યા. આ પાપની આલોચના કર્યા વિના તમે જીવન સમાપ્ત કરીને અજિતસેન રાજાની પત્ની યશોમતીની કૂખે પુત્રપણે ઉત્પન્ન તો થયા છો, રાજકુમાર તરીકેનાં બધાં જ સુખો તમે ભોગવી તો રહ્યા છો પણ આઠ વરસની વયે તમને અધ્યાપક પાસે ભણવા મોકલ્યા છે અને તમે ભણવાનો સખત પુરુષાર્થ કરી રહ્યા છો છતાં તમને એક અક્ષરની પણ ર્તિ થઈ નથી એટલું જ નહીં, યુવાવસ્થામાં તમે આવ્યા છો ત્યારે પૂર્વકૃત કર્મના ઉદયથી તમારા શરીરમાં કુષ્ઠ રોગ ઉત્પન્ન થઈ ગયો છે અને તમારું શરીર સતત ક્ષીણ થતું ચાલ્યું છે. તમે તો દુઃખી છો જ, તમારાં માતા-પિતાની વ્યથાનો પણ પાર નથી. પ્રભુ, શક્તિનો સદુપયોગ ન કરીએ તો ય શક્તિનો આવો અંતરાય જો ઊભો થઈ જતો હોય તો શક્તિના દુરુપયોગમાં તો આત્માની હાલત કેવી કફોડી બની જતી હશે એની કલ્પના કરતાં ય થથરી જવાય છે. મને નથી લાગતું કે મારા પુરુષાર્થે હું બચી શકું. કરુણા વરસાવીને તારે જ મને બચાવી લેવો રહ્યો!
SR No.008898
Book TitleAngdi Chindhunu
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy