SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ o ચક્રવર્તી બ્રહ્મદત ! તમારા પિતા બ્રહ્મ. એમના ચાર મિત્રો. કાશીદેશના રાજવી કંટક, હસ્તિનાપુરના અધિપતિ કરેણુ, ચંપાનગરીના નૃપતિ પુષ્પશૂલ અને કૌશલદેશના સ્વામી દીર્ઘ. આ ચારેય રાજાઓ પરસ્પરના સ્નેહથી એકબીજાના રાજ્યમાં એકેક વર્ષ આવીને રહેતા હતા. એક વખતે અન્ય ત્રણ રાજાઓ તમારા પિતાને ત્યાં આવીને રહ્યા છે અને તેવામાં અકસ્માત તમારા પિતાને મસ્તકમાં તીવ્ર વેદના ઉત્પન્ન થઈ છે. તમે એ વખતે ખૂબ નાના છો. પિતાના ખોળામાં રમી રહ્યા છો. પણ ‘હવે જીવન ટકવાનું નથી' એવો પિતાજીને ખ્યાલ આવી ગયો એટલે ઉપસ્થિત રાજાઓને ‘તમારે આ રાજ્યની વ્યવસ્થા કરવી” એવી ભલામણ કરીને પરલોકની વાટે રવાના થઈ ગયા. કૌશલદેશના રાજવી દીર્ઘ ત્યાં જ રહી ગયા અને તમારા પિતાજી જે રાજ્યને રેઢું મૂકીને ચાલ્યા ગયા હતા એનો કારોબાર સંભાળી તો લીધો પણ બન્યું એવું કે રાજવી દીર્ઘ તમારી માતા ચુલની સાથે વ્યભિચારના ફાગ ખેલવા માંડ્યો. તમારા પિતાજીના વખતથી મંત્રીપદે રહેલા ધેનુને આ પાપલીલાનો ખ્યાલ આવી ગયો છે. એણે પોતાના પુત્ર વરધેનુને બોલાવીને એટલું જ કહ્યું છે કે “મહારાણી ચુલની અને દીર્ઘ રાજવી વચ્ચેના આ પ્રણય ફાગની વાત તું રાજકુમાર બ્રહ્મદત્તના કાને નાખી દેજે.” અને બ્રહ્મદત્ત, તમારા ખ્યાલમાં આ વ્યભિચારલીલા આવતાં જ તમે પગથી માથા સુધી સળગી ગયા છો. તમે કાગડાને અને કોયલને લઈને અંતઃપુરમાં માતા પાસે પહોંચી ગયા છો અને માતાની સામે જ કાગડાની ડોક મરડી નાખીને માતાને તમે કહી દીધું છે કે “બીજો જે કોઈ પણ આવું કરશે એના હું આ જ હાલ કરી નાખીશ.' આટલું કહીને તમે અંતઃપુરમાંથી રવાના તો થઈ ગયા છો પણ તમારા આ ગૂઢ સંદેશાને સમજી ચૂકેલી તમારી માતા ચુલની થથરી ગઈ છે. એણે દીર્ઘને આ વાત કરી છે અને એ બંનેએ તમને ખતમ કરી નાખવાનું પયંત્ર રચ્યું છે પરંતુ તમારા પ્રબળ પુણ્યોદયે તમારો વાળ પણ વાંકો થયો નથી અને કાળક્રમે તમે ચક્રવર્તીપદે આરૂઢ પણ થઈ ગયા છો. બન્યું છે એવું કે તમે જ્યારે ચુલની-દીર્થના સકંજામાંથી છૂટી એકાકીપણે ભમતા હતા ત્યારે તૃષાતુર થયેલા તમને જે એક બ્રાહ્મણે જળ પાયું હતું એ બ્રાહ્મણ આજે તમારી રાજસભામાં આવી ચડ્યો છે. એને ઓળખી ગયા છો તમે અને ખુશ થઈને તમે એને વરદાન માગી લેવા કહ્યું છે. અલ્પબુદ્ધિવાળા બ્રાહ્મણે સ્ત્રીના વચનથી ‘દરરોજ અનુક્રમે એકેક ગૃહે ભોજન અને દક્ષિણામાં બે સોનામહોર મળે' એવી માગણી કરી છે અને તમે એ માગણીનો સ્વીકાર કરી લઈને એ મુજબની ગોઠવણ પણ કરી દીધી છે. પણ એકદા એ બ્રાહ્મણે તમને વિનંતિ કરતા કહ્યું છે કે “રાજનું, એક વાર આપના ઘરનું ભોજન મને કરાવો.' મારું ભોજન તો મને જ પચે તેવું હોય છે? આપ શું આટલા બધા કૃપણ છો કે મને આપના ઘરનું ભોજન પણ આપી શકતા નથી?' બ્રાહ્મણની આ દલીલ સમક્ષ ઝૂકી જઈને આપે એને સપરિવાર સ્વગૃહે બોલાવીને જમાડ્યો તો છે જ પણ પેટમાં ગયેલા એ ભોજને એના મનમાં વાસનાની એવી જાલિમ આગ લગાડી દીધી છે કે એ આગમાં એણે પોતાની માતા-બહેન સાથે પણ પશુવતું આચરણ કરી લીધું છે. પણ, ૩૮
SR No.008898
Book TitleAngdi Chindhunu
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy