SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ હજ મહારાણી દુર્ગધા! આજે સમવસરણમાં પરમાત્મા મહાવીરદેવને મહારાજા શ્રેણિક એક પ્રશ્ન પૂછી બેઠા છે. સૈન્ય સહિત પ્રભુ, હું આવી રહ્યો હતો અને માર્ગમાં દુર્ગધ સહન ન થવાથી વસ્ત્રના છેડા વડે નાસિકા બંધ કરીને ચાલી રહેલા મારા સૈનિકોને મેં જોયા. મેં એક સૈનિકને આમ કરવા પાછળનું કારણ પૂછ્યું તો એણે મને એટલું જ કહ્યું કે “અહીં માર્ગમાં તરતની જન્મેલી એક બાલિકા પડી છે. તેના શરીરમાંથી અત્યંત દુર્ગધ છૂટી રહી છે. એના ત્રાસથી બચવા અમો સહુ સૈનિકોએ નાસિકા આગળ વસ્ત્ર ગોઠવી દીધું છે. પ્રભુ, જાણવું તો મારે એ છે કે એ બાલિકાએ ગયા જનમમાં એવું તો કયું અકાર્ય કર્યું છે કે જેના દુશ્મભાવે જન્મતાંની સાથે જ એની માતાથી એ ત્યજાઈ ગઈ છે અને એના શરીરમાંથી આવી જાલિમ દુર્ગધ પ્રસરી રહી છે?' શ્રેણિકના આ પ્રશ્નનો જવાબ આપતા પ્રભુ બોલ્યા છે કે “રાજનું, અહીં નજીક રહેલા શાલિ નામના ગામડામાં ધનમિત્ર નામનો શ્રેષ્ઠિ રહેતો હતો. તેને ધનશ્રી નામની એક પુત્રી હતી. યુવાનવયમાં તે આવી અને એના પિતાએ એક યુવક સાથે એનાં લગ્ન નક્કી કર્યા. ઘર આંગણે વિવાહનો ઉત્સવ શરૂ થયો. એ જ સમયે કોઈ મુનિ ગોચરી વહોરવા ધનમિત્રના ઘરે આવ્યા. ધનમિત્રે પોતાની પુત્રીને ગોચરી વહોરાવવા માટે આજ્ઞા કરી એટલે તે મુનિને ગોચરી વહોરાવવા ગઈ તો ખરી પરંતુ વિવાહનો ઉત્સવ હોવાથી પોતાના શરીરનાં સર્વ અંગો અલંકારોથી શણગારાયેલા હતા, મનોહર સુગંધી અંગરાગથી વિલેપન કરાયેલા હતા જ્યારે ગોચરી વહોરવા આવેલા મુનિ સ્નાન-વિલેપનાદિ શુશ્રુષાથી રહિત હોવાના કારણે એમનાં વસ્ત્રોમાંથી અને શરીરમાંથી સ્વેદ તથા મળ વગેરેની દુર્ગધ આવતી હતી. યુવાવસ્થાના ઉદયથી મત્ત થયેલ ધનશ્રીથી આ દુર્ગધ શું સહન થાય? એણે ગોચરી વહોરાવી તો ખરી પણ મોં મચકોડીને. વળી એણે વિચાર્યું પણ ખરું કે “અહો ! નિર્દોષ જૈન માર્ગમાં રહેલા આ સાધુઓ જો કદાચ પ્રાસુક જળથી પણ સ્નાન કરી લેતા હોય તો એમાં વાંધો શું છે ?' રાજનું, મુનિ પ્રત્યે એણે જુગુપ્સા તો કરી જ પણ એ જુગુપ્સાની એણે કોઈ આલોચના ન કરી અને કેટલાક સમય બાદ એનું આયુષ્ય પૂર્ણ થતાં એ આ જ નગરીની એક ગણિકાના ઉદરમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. ‘ગણિકાના ઉદરમાં ?' અને આ જ નગરમાં?' પછી ?' પછી શું? દુષ્કર્મના પ્રભાવે ગર્ભમાં રહી છતી માતાને પણ એ અત્યંત અસુખ ઉત્પન્ન કરવા લાગી. અને આ તો ગણિકામાતા હતી. એણે વિચાર કર્યો કે આ રીતે દુ:ખમાં ને દુઃખમાં જ ગર્ભકાળ પૂરો કરવો એના બદલે ગર્ભપાત જ શા માટે ન કરી નાખવો?” અરર !' ૩૪
SR No.008898
Book TitleAngdi Chindhunu
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy