SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભવની દીક્ષા ૧૯૩ હે ભગવંત, મેં પશુઓના વધ કર્યા છે. માંસાહાર કર્યો છે... મદ્યપાન કર્યું છે. ડગલે ને પગલે ક્રૂરતા આચરી છે. શું થશે મારૂં? પ્રભો, શું મારે નરકમાં...' પ્રભવ રડી પડ્યો. પ્રભુ રડી પડ્યો. સાથી ડાકુઓ રડી પડ્યા. જંબૂસ્વામીની આંખો પણ સજલ બની ગઈ. સ્વાધ્યાય કરતા શ્રમણો મૌન થઈ ગયા હતા. ગુણશીલ ચૈત્યનો પરિસર સ્તબ્ધ બની ગયો હતો. મગધનો ખૂંખાર ડાકુ પોતાનું હૈયું ખોલી રહ્યો હતો. પોતાનાં પાપો પ્રકાશી રહ્યો હતો. ભગવાન સુધર્મા સ્વામીનો કોમળ કર પ્રભવના મસ્તકે ફરી રહ્યો હતો. જંબુસ્વામી અને બીજા નૂતન શ્રમણો એકબાજુ આંખો બંધ કરીને બેસી ગયા હતા. મહાનુભાવ!” સુધર્મા સ્વામીનો કરુણાભીનો ગંભીર ધ્વનિ પ્રભવના કાને પડ્યો. જી, ભગવંત!' “મનુષ્ય પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્તથી પાપમુક્ત થઈ શકે છે. તારું હૃદય પાપોનો ઘોર પશ્ચાત્તાપ કરી રહ્યું છે... અને સાધુતાનું પાલન એ તારૂં પ્રાયશ્ચિત્ત બનશે. તું અવશ્ય પાપમુક્ત બનીશ.' પ્રભો, શું આપ મારો અને મારા આ ૪૯૯ સાથીઓનો ઉદ્ધાર કરવાની કૃપા કરશો? શું આપનાં પાવન ચરણોમાં અમને સ્થાન આપશો?” પ્રભવ, શ્રમણ ભગવાન વર્ધમાન મહાવીર સ્વામીએ બનાવેલો શ્રમણ ધર્મ તમે સહુ સ્વીકારીને તમારા આત્માનું કલ્યાણ સાધી શકશો. પાંચ મહાવ્રતમય સાધુધર્મ સ્વીકારવા માટે સર્વપ્રથમ તમારે સહુએ મન-વચન-કાયાથી પાપોનો કરણ-કરાવણ અને અનુમોદન રૂપ ત્યાગ કરવો પડશે. સર્વવિરતિરૂપ સામાયિક તમારે ગ્રહણ કરવાનું છે. પછી હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહનો મન-વચન-કાયાથી ત્યાગ કરવાનો છે. તે પછી જીવનપર્યત તમારે સમ્યગુ દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના કરવાની છે. બાહ્ય અને અત્યંતર તપશ્ચર્યા કરવાની છે.” - “હે કરુણાવંત, આપનું શરણ પામીને અમે ધન્ય બની જઈશું. આપની પ્રત્યેક આજ્ઞાનું અમે પાલન કરીશું.' ભગવાન સુધર્મા સ્વામીએ પ્રભવને અને એના ૪૯૯ સાથીઓને દીક્ષા. આપી. પ્રભવને “પ્રભવસ્વામી' નામ આપી, જંબૂ સ્વામીના શિષ્ય બનાવ્યા. ૪૯૯ મુનિઓને પ્રભવ સ્વામીના શિષ્યો બનાવવામાં આવ્યા, For Private And Personal Use Only
SR No.008896
Book TitleEk Rat Anek Vat
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy