SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૩ પવસેના પરંતુ માછલી પાણીમાં ઊંડે ચાલી ગઈ અને માંસનો ટુકડો એક પક્ષી ઉપાડી ગયું! રાણી આ જોઈ રહી હતી. તેણે શિયાળને કહ્યું : “હે શિયાળ, તારાં માંસ અને માછલી બન્ને ગયાં!” શિયાળ મનુષ્ય-વાણીમાં બોલ્યું : “તે પતિને છોડી પ્રેમીને મેળવવા ગઈ, તો બન્નેને ખોયા. તું નગ્ન બનીને આમતેમ શું જોયા કરે છે? રે ચારિત્રભ્રષ્ટ, તારા મોંઢા પર થું...” રાણી શિયાળની વાણી સાંભળીને ધ્રુજી ગઈ. તેણે પૂછ્યું : ‘તમે કોણ છો?” શિયાળે પોતાનું દૈવી રૂપ પ્રગટ કરીને કહ્યું : “હું તારો પ્રેમી મહાવત છું. શ્રી નવકાર મંત્રના પ્રભાવથી હું મરીને દેવ થયો છું. માટે તે પણ તારાં પાપ ધોવા ધર્મના માર્ગે ચાલ.' એ દેવે, રાણીને સાધ્વીજી પાસે લઈ જઈ દીક્ષા અપાવી. તેને સાધ્વી બનાવી મોક્ષમાર્ગે વાળી. ૦ ૦ ૦. પદ્મસેનાએ જંબૂકુમારને કહ્યું : “હે નાથ, મારી આ વાર્તામાંથી જે સાર ગ્રહણ કરવો હોય તે કરો. મારે તો એક જ વાત કહેવી છે કે જે મળ્યું નથી તે મેળવવાની લાલચે, તમને જે મળ્યું છે તે છોડી ન દો.” For Private And Personal Use Only
SR No.008896
Book TitleEk Rat Anek Vat
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy