SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૧૨ www.kobatirth.org ‘એક અપમાનિત રાજકુમાર...' ‘અહીં શા માટે આવ્યો છે? ‘શાન્તિ માટે...’ ‘મારૂં એક કામ કરીશ?’ ‘જો યોગ્ય લાગશે તો કરીશ.' Acharya Shri Kailassagarsuri Gyanmandir એક શત અનેક વાત ‘હું એક વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરવા સાધના કરી રહ્યો છું. પરંતુ ઉત્તરસાધક વિના મને સાધનામાં સફળતા મળી રહી નથી. તું વીર છે, પરાક્રમી છે ને નિર્ભય છે, જો તું મારો ઉત્તરસાધક બનીને અહીં રહે તો મને અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય.' ‘તમે કઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા સાધના કરો છો?' ‘આકાશમાર્ગે ઊડવાની સિદ્ધિ!' ‘અદ્દભુત કહેવાય! તમારી પાસે બીજી પણ સિદ્ધિઓ હશે?’ ‘સિદ્ધિઓ મેળવવાનું તો મારૂં જીવન છે!' પ્રભવ તે યોગીનો ઉત્તરસાધક (સહાયક) બની ગયો અને એ જ દિવસે રાત્રિના સમયે યોગીને સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. યોગી પ્રભવ ઉપર સંતુષ્ટ થઈ ગયો. તેણે કહ્યું : ‘કુમાર, તું પરાક્રમી છે, નિર્ભય છે... છતાં તારા જીવનમાં કેટલાંક વર્ષો જંગલોમાં ભટકવાનું નિશ્ચિત છે. હું તને બે વિઘાઓ આપું છું. આ વિદ્યાઓ તને ઉપયોગી બનશે. પહેલી વિદ્યા છે ‘અવસ્વાપિની નિદ્રા.’ જેના ઉપર તું આ વિદ્યાનો પ્રયોગ કરીશ, એ ઘસઘસાટ ઊંધવા માંડશે. બીજી વિદ્યા ‘તાલોદ્ઘાટિની.’ આ વિદ્યાથી ગમે તેવાં તાળાં પણ ખૂલી જશે.' યોગીએ પ્રભવને બે વિદ્યાઓ આપી. પ્રભવે યોગીને પ્રણામ કર્યા અને ગુફામાંથી બહાર નીકળ્યો. For Private And Personal Use Only પ્રભવ વિચારે છે : ‘યોગીના કહ્યા મુજબ મારે કેટલાંક વર્ષો ભટકવાનું નક્કી છે, તો પછી વિંધ્યાચલના જંગલમાં જ મારૂં સ્થાન કેમ ન બનાવું? થોડા સાથીદાર પણ મેળવી લઉં. અને રાજા બનેલા પ્રભુને પણ ચમત્કાર બતાવતો રહું... એ પ્રજાની કેવી રક્ષા કરે છે... એ પણ જોઈ લઉં...'
SR No.008896
Book TitleEk Rat Anek Vat
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy