SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જંબૂનો વૈરાગ્ય ૧૦૩ પરંત લગ્ન કર્યા પછી તે સંયમ ધર્મ સ્વીકારવાની વાત કરે છે. એટલે, તમે આ પરિસ્થિતિનો વિચાર કરીને, લગ્ન કરવાં ન કરવાં - તેનો નિર્ણય કરશો અને અમને જણાવશો.' “સ્વામીનાથ, આ રીતે જણાવી દેવું સારું છે. સંબંધોમાં પહેલેથી સ્પષ્ટ વાત કરી દેવી સારી.” વળી, આ વાત ઉપર કન્યાઓને પણ વિચારવાનો સમય મળશે! તેમને પણ પોતાના જીવન અંગે વિચાર કરવાનો અવસર આપવો જોઈએ ને?” “આપવો જ જોઈએ. તેમને અંધારામાં ન રાખી શકાય.' ઋષભદત્ત ઊંડા વિચારમાં ડૂબી ગયા, ધારિણી ઋષભદત્તને જોતી રહી. ઋષભદત્તે ધારિણી સામે જોયું. ઋષભદત્ત બોલ્યા : દેવી, કેવું બની ગયું અચાનક? જંબૂ વૈરાગી બને.. ત્યાગના માર્ગે જવાનો વિચાર કરે એવો વિચાર પણ આપણને કે કોઈને આવ્યો નથી. સંસારમાં આવું આકસ્મિક બની જતું હોય છે. ન ધારેલું બને... એનું જ નામ સંસાર..” દંપતી એકબીજાની સામે જોઈ રહ્યાં. For Private And Personal Use Only
SR No.008896
Book TitleEk Rat Anek Vat
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy