SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ પૈસાથી જ જીવન ચાલે છે એ તમારો અનુભવ હોય તો ય યાદ રાખજો કે આ જગતને મહાપુરુષોની ભેટ આપવાનું કામ પૈસાએ નથી કર્યું પરંતુ પ્રેમે જ કર્યું છે. ૧૪૬ હાથી પાસે શોભાનો દાંત ન હોય તો કદાચ એની હત્યા થતી અટકી જાય. વિકૃત બુદ્ધિવાળા પાસે સંપત્તિ, સત્તા, સૌંદર્ય કે સામગ્રી ન હોય તો આખું જગત કદાચ પતનની ગર્તામાં ધકેલાતું બચી જાય. નિયમ યુવાન સ્ત્રી એકલી જ હોય એવા ઘરમાં હું ક્યારેય એકલો તો દાખલ નહીં જ થાઉં. 200 GO ૩૭ ૧૪૭ વિનાશક શસ્ત્રોનું સર્જન કરી દેતા યંત્રને તો માફ કરી શકાય કારણ કે એની પાસે સંવેદનશીલતા નથી હોતી પણ એવા યંત્રનું સર્જન કરતા માણસને શેં માફ કરી શકાય ? કારણ કે એ તો સંવેદનશીલતા લઈને બેઠો છે. ૧૪૮ મન જો પાકટ બની ગયું છે તો એના માટે કોઈ પણ પળ ‘વિકટ’ નથી, કોઈ પણ પરિસ્થિતિ ‘સંકટ’ નથી. નિયમ કુદરતી આફતના કારણે દુનિયામાં ક્યાંય પણ એક સાથે ૧૦૦ થી વધુ વ્યક્તિનાં મોત થઈ ગયાના સમાચાર મારા કાને આવશે, એ દિવસે હું મીઠાઈ નહીં ખાઉં.
SR No.008894
Book Title200
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Thoughts, & Ethics
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy