SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ ધન તો એના માલિક માટે પણ ‘ભય’નું કારણ બની રહે છે જ્યારે ધર્મ? એ કોને માટે નિર્ભયતાનું કારણ નથી બનતો એ પ્રશ્ન છે. ૧૩૧ વ્યાજ ચૂકવવા જો પૈસા વ્યાજે ન લેવાય તો દુઃખથી છૂટવા પાપના રસ્તે કદમ શું મંડાય? ૧૩૦ કાદવવાળા રસ્તે ન પડવું એ હજી કદાચ સહેલું છે પરંતુ પ્રલોભનવાળા રસ્તે ઊભા રહી જવા માટે ય પ્રચંડ પરાક્રમની જરૂર પડે છે. ૧૩૨ જળવિહોણા સરોવરની માટીમાં તિરાડો પડી જતી હોય છે. જેની આંખોમાંથી શરમનું જળ સુકાઈ જાય છે એના જીવનની પવિત્રતામાં કડાકો બોલાઈને જ રહે છે. નિયમ પરિવારના એક પણ સભ્યને ગલત આદર્શ મળે એવું વર્તન હું ઘરમાં તો ક્યારેય નહીં કરું. નિયમ ધર્મસ્થાનોમાં તો મારી આંખોને વિજાતીય તરફ જતી હું અચૂક રોકીશ.
SR No.008894
Book Title200
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Thoughts, & Ethics
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy