SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ બાર પ્રકારની હિંસાઓ ૫૭ સ્વજનહિંસા (૨) પ્રાણીહિંસા કરતાં ય સ્વજનહિંસા અપેક્ષાએ વધુ ખરાબ ગણાય; કેમકે પ્રાણીઓ પ્રત્યે માત્ર દયા હોય છે જ્યારે સ્વજનો પ્રત્યે સ્નેહ અને વિશ્વાસ હોય છે. એમનો નેહાવાત કે વિશ્વાસઘાત કરવો તે ઘણી વધુ ભયંકર બાબત ગણાય. - સ્વજનોમાં પતિ માટે પત્ની, પત્ની માટે પતિ, કે તેમનાં બાળકો અથવા માતાપિતા, સાસુ-સસરા વગેરે જેમ ગણાય તેમ નોકરવર્ગ પણ સ્વજનમાં ગણાય. જૈનધર્મના શ્રેષ્ઠ ગ્રંથ-બારસાસૂત્ર-માં પરમાત્મા મહાવીરદેવના પિતા સિદ્ધાર્થ રાજાના નોકરોને “કૌટુંબિક પુરુષો' તરીકે જણાવ્યા છે. તેઓ જાણે કે કુટુંબના સભ્યો જ છે. આમ સ્વજનોમાં નોકરો, પતિ-પત્ની, બાળકો તથા માબાપો આવે. તેમાં નોકરોને ત્રાસ આપવો; તેમનો પગાર કાપી લેવો, તેમને સખત કામ આપવું; વાતેવાતે તેમને ધમકાવી નાખવા, કદી સ્નેહ દાખવવો નહિ, બક્ષિસ કે મદદ આપવી નહિ. જ્યારે-ત્યારે નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપવી, તેમના આખા કુટુંબને બરબાદ કરવું, તેમનો પૂરો કસ કાઢવો, તેમને મોંઘવારી પ્રમાણે પગાર-વધારી દેવો નહિ, તેમને અપાતાં ભોજનાદિમાં ભેદભાવ રાખવો.. વગેરે... એક પ્રકારની હિંસા છે. જીવતા એ માનવોને પણ એમનો એક પરિવાર છે. તેમાં તેમનાં વહાલાં સંતાનો છે; વહાલી પત્ની વગેરે પણ છે. એવા એ પરિવારના વડીલ વગેરેને અપમાનિત કરવા એ કાંઈ સારી વાત નથી. છતી શક્તિએ એમના સંતાનાદિને કપડાં-લત્તા આપવા, નિશાળ અંગેની બધી જરૂરીઆતો પૂરી પાડવી, વ્યાવહારિક કાર્યો પાર કરી આપવાં વગેરે તરફ જો ઉપેક્ષા સેવાય તો દુનિયાભરની દયા કરવાની શી કિંમત? માનવસેવાનાં સામાજિક કામો કરનારા લોકો કેટલીક વાર ઘરના જ માણસોને કારમો ત્રાસ આપતા હોય છે! નોકરી કરતાં ય મોટું સ્વજન પતિ કે પત્ની છે. તેમણે પરસ્પરનો સુમેળ સાધવો જોઈએ. તેને બદલે જો બેફામ વર્તન કરાય, મારપીટ થાય, ગાળાગાળી થાય, અપમાનિત કરાય તો તે એકબીજાની ઘણી મોટી હિંસા છે. કેટલાક પુરુષો પોતાની
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy