SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ બાર પ્રકારની હિંસાઓ ૧૬૧ સ્થિતિ તેને પ્રાપ્ત થાય છે. ભૂતકાળમાં કુટુંબની સગર્ભા સ્ત્રીઓ આ માટે જુદી જુદી રીતે કેળવવામાં આવતી. (૧) તેને ખીલી ઊઠેલા પુષ્પોથી લથપથ બગીચામાં બેસાડાતી અને તે રીતે તેના મનને અત્યંત પ્રસન્ન રખાતું. હરિયાળીને સતત જોવાથી તેના સંતાનની આંખો તેજસ્વી બનતી. (૨) ધ્રુવના તારા તરફ તેની નજર રખાવાતી. એથી એના સ્થર્યના દર્શનથી બાળક પૈર્યવાનું બનતું. (૩) સમુદ્રની ગંભીરતા જોતી સ્ત્રીનું બાળક સમુદ્ર જેવું ગંભીર બનતું. (૪) દર પૂનમે પૂનમના ચંદને તાકીને જોયા કરતી માતાનું બાળક સ્વભાવથી સૌમ્ય બનતું. (૫) સિંહની ગર્જનાઓ સાંભળતી માતાનું બાળક સિંહ જેવી પરાક્રમિતાને પામતું. (૬) બેશક; જે વખતે નારી પોતાની શક્તિઓ બાળકમાં ભરતી હોય ત્યારે તેની સાથે તેનો પતિ અબ્રહ્મ સેવીને તે નારીની શક્તિનો તે રસ્તે લગીરે નાશ ન થાય એ માટે કદી એવું અકાર્ય કરતો નહિ. પણ પતિના દર્શનથી પત્ની આનંદમાં આવી જાય એટલા માટે જાહેરમાં અનેક લોકોની વચ્ચે એ નારીને પતિનો નિર્દોષ સહવાસ જરૂર અપાતો. નારીની એ તાજગી સીધી પેટના સંતાનમાં ટ્રાન્સફર થઈ જતી. આજે તો આવું સંસ્કરણ ભાગ્યે જ કોઈ કુટુંબમાં સાસુઓ અને વૃદ્ધાઓ પોતાની પુત્રવધૂને આપતી હશે. જો આ પ્રાચીન પરંપરા કુટુંબોમાં જ પુનર્જીવિત ન થાય તો છેવટે નછૂટકે બધાં ભયસ્થાનો પાર કરવાપૂર્વક-સગર્ભા બનતી સ્ત્રી એક પવિત્ર સ્થાને આવીને રહે અને તેને આવા પ્રકારના વાતાવરણમાં રખાય તેવું પણ કરવું જરૂરી લાગે છે. ત્યાં સાધ્વીજીઓ અને ઉત્તમ કોટિની સુશ્રાવિકાઓ જ રહી શકે. જેઓ તે સ્ત્રીઓને ભક્તોના, પ્રાણિમિત્રોના, સદાચારીઓના, સંતો અને શ્રમણોનાં જીવનચરિત્રો સંભળાવે. આવશ્યક દેવપૂજાદિ ધર્મક્રિયાઓ માટે પ્રેરક બને. જ્યાં સુધી સંતાન ધાવણ મૂકે નહિ તેટલી તેની વય સુધી માતાને આ સ્થિતિમાં રાખવી જોઈએ એમ મને લાગે છે. પછી તે બાળકની કાળજીમાં પિતા પણ જોડાય. બે ય માતા-પિતા ભેગા મળીને તેનું લાલન-પાલન કરે. સંસ્કાર-ભરપૂર ઉછેર કરે. બાળક આઠ-દસ વર્ષનું થાય એટલે બુદ્ધિમાં એ વધુપડતું ચકોર બને છે. એટલે એ વખતે તેને ઘરમાં ન રખાય. ઘરના વ્યવહારોમાંની કેટલીક સંઘર્ષાદિની બાબતો જો તેના મન ઉપર ચિત્રિત થાય તો વળી આ કાચી વયમાં ઊંધું પકડી લે. એટલે દસથી સોળ કે અઢાર વર્ષની વય સુધી તેને તપોવનના માંડલામાં મૂકીને સુરક્ષિત કરી દેવું જોઈએ. જે માતાપિતાઓ સક્રિય સજ્જન બન્યા હોય તેમના લોહી-વીર્ય-માંથી જે ગર્ભ
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy