SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ બાર પ્રકારની હિંસાઓ ૧૪૫ વ્યક્તિત્વ ઉપર અત્યંત વિપરીત અસર પડી રહી હતી. પરંતુ ભૌતિક વિકાસ આગળ આની કોઈને તમા નહોતી. નવા અર્થશાસ્ત્રના જનક ઍડમ સ્મિથે પોતાના “વેલ્થ ઑફ નેશન્સ' પુસ્તકમાં લખ્યું : “માણસ આખો દિવસ જે રીતે વિતાવે, જે રીતે કામકાજ કરે, તે રીતે તેનું વ્યક્તિત્વ ઘડાય. માણસનું કામ તેને ઘડે છે. તમે જો એને બુદ્ધિહીન, યંત્રવત્ કામ આપશો, તો તે એક બુદ્ધિહીન, યંત્રવત્ વ્યક્તિ બનશે. અને પછી તે એક સારો નાગરિક નહીં બની શકે, કુટુંબમાં એક સારો પિતા કે એક સારી માતા નહીં બની શકે. પરંતુ બધા પ્રગતિશીલ દેશોમાં મોટા ભાગના માણસોના નસીબમાં આવી રીતે બુદ્ધિહીન, યંત્રવત્ કામ કરતાં કરતાં સંપૂર્ણપણે સત્ત્વહીન થઈ જવાનું જ લખ્યું છે.' તદ્દન ટાઢા પેટે ઍડમ સ્મિથે આવો નિયતિવાદ ભાખી દીધો. આ વિશે તેના મનમાં કશી અરેરાટી નથી જાગતી, અથવા આવું હરગિજ ન થવું જોઈએ એવુંયે કશું નથી ઊગતું, તેને બદલે એનું માનસ તો જાણે એવું બની ગયું છે કે આ ઠીક તો ન કહેવાય, પણ શું કરીએ, પ્રગતિ ને વિકાસ માટે આટલી કીંમત આપણે ચૂકવવી જ રહી. ધર્મસંપ્રદાયોએ જેમ પશુબલિ લીધા, માનવબલિ લીધા, એવી જ રીતે વિકાસ અને પ્રગતિના આ ભૌતિકવાદી નવા સંપ્રદાયે પણ માનવનો બલિ લીધો ! વિજ્ઞાનયુગ ભૌતિકવાદી શાસ્ત્રોના સકંજામાં આ બધું જ બની રહ્યું હતું તેને યોગ્ય ઠેરવવા આધુનિક બુદ્ધિવાદે નવાં નવાં શાસ્ત્રો અને થિયરીઓ ઊભાં કરી દીધાં. એ રીતે નવા અર્થશાસ્ત્ર એમ પ્રતિપાદિત કર્યું કે દરેક વ્યક્તિ પોતાનું હિત શેમાં રહેલું છે તે બરાબર સમજે છે અને તે સાધવા પોતાના સ્વાર્થની પ્રેરણાએ તનતોડ મહેનત કરે છે. તેથી આર્થિક પ્રેરણા, વ્યક્તિગત સ્વાર્થ અને ગળાકાપ હરીફાઈને મુખ્ય માનીને ચાલવામાં આવ્યું. ડાર્વિને આ જ માન્યતાને જીવશાસ્ત્રના ક્ષેત્રમાં પોતાના સ્પર્ધાત્મક જીવન-સંઘર્ષ અને “સરવાઈવલ ઑફ ધ ફિટેસ્ટ'ના સિદ્ધાંત મારફત વાચા આપી. પ્રત્યેક જીવને જીવનસંઘર્ષમાં ઊતરવું પડે છે અને તેમાં ટકી રહેવા માટે કુદરત યોગ્યતમની પસંદગી કરે છે. નબળા, અયોગ્ય અને બિનકાર્યક્ષમ જીવો ભૂંસાતા જાય છે. તે વખતે જે નવું માનસશાસ્ત્ર ઊભું થયું, તેણે પણ ત્યારની ભૌતિકવાદી ફિલસૂફીનું જ સમર્થન કર્યું. ફ્રોઈડ વગેરેએ એવી માન્યતા રૂઢ કરી કે સ્પર્ધા અને પરસ્પર દુશ્મનાવટ એ માનવ-સ્વભાવના મૂળભૂત લક્ષણો છે. માનસશાસ્ત્ર પણ એવું જ પ્રતિપાદિત કર્યું
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy