SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ બાર પ્રકારની હિંસાઓ ઝપાટાબંધ આ દેશની પ્રજામાંથી તૈયાર થઈને દેશાગ્રણી બનેલા જવાહરલાલો વગેરેએ પરદેશીઓની વૈજ્ઞાનિક વગેરે સ્તરની ઘણી બધી વસ્તુઓ લીધી... હજી પણ સુપર કોમ્પ્યુટર, રોબોટ, ટેકનોલોજી વગેરે લેતા જ ગયા છે પરંતુ આ લોકોએ પરદેશીઓની જીવનશૈલી સ્વીકારવાની બિલકુલ જરૂર ન હતી. ઘણી રીતે એવું હું સાબિત કરી શકું છું કે ઢંગધડા વિનાની એ જીવનશૈલી ભારતની પ્રજાને માટે બિલકુલ આવકાર્ય નથી. જો એ વડીલોએ પરદેશી ‘બધું' સ્વીકારવાની સાથે પણ પોતાની - પૂર્વની ઋષિદત્ત જીવનશૈલી પરદેશીઓને આપી હોત તો તેઓ આ દેશના ઋણભાર નીચે દબાયા હોત. તેઓ સદા આ દેશનો ઉપકાર માન્યા કરત. કેમકે પૂર્વની જીવનશૈલી અપનાવવાથી તેમનું સામાજિક, કૌટુંબિક, રાજકીય બધા સ્તરોનું — જીવન સુવ્યવસ્થિત, આબાદ અને સમૃદ્ધ બન્યું હોત. તેમની જીવનશૈલીએ તો તેમનું ગાંડપણ, વિલાસના અતિરેકથી આરોગ્યનાશ, હતાશા, મરવાની સતત ઈચ્છા, કજીઆ, સ્વાર્થ, લૂંટફાટ, ડીસ્કો ડાન્સ, પોપ મ્યુઝિક વગેરે, વગેરે ઢગલાબંધ ઝેરી ફળોની જ ભેટ આપી છે. જે ફળોને ખાતાં તેઓ મરી ચૂક્યા છે અથવા મરણતોલ હાલતમાં પટકાઈ ગયા છે. ૧૩૪ આપણે તેમને ત્યાગ, પરાર્થ, ધૈર્ય, કરુણા વગેરે પાઠો શીખવવા જોઈતા હતા. અવિભક્ત-કુટુંબ, માતાપિતાનું પૂજન, અતિથિ-સત્કાર, મોક્ષનું લક્ષ, ભોગો પ્રત્યે અનાસક્તિ, સંસાર પરિત્યાગીને સંન્યાસનો સ્વીકાર, મરણસમાધિ, ઈશ્વરપૂજન, રાષ્ટ્રદાઝ, પવિત્રતાની ખુમારી વગેરે પદાર્થો ભેટ કરવાની જરૂર હતી. આ બધું શીખીને તેઓના જીવનસમૃદ્ધ બની ગયા હોત, પોતાની અઢળક સમૃદ્ધિનું પાચન કરી શક્યા હોત. અનેકોને તે સમૃદ્ધિમાં ભાગીદાર બનાવી શક્યા હોત. આ વિષયને લગતા ત્રણ વિચારો અહીં રજૂ કરું છુ. જ્યાં શાળાએ જતા કિશોરો હથિયારસજ્જ થયેલા હોય છે. —આર. વી. શાહ તમારા હાથમાં ચાબુક હોય કે પિસ્તોલ હોય અને બેરોકટોક કોઈકની પણ ઉપ૨ વા૫૨વાની તમને સત્તા હોય તો તેવી પરિસ્થિતિમાં તમારો અહમ્ ઘણો સંતોષાય અને તમને મોટાઈ ભોગવ્યાનું ખૂબ જ સુખ મળે પણ તમારી સત્તાનો દુરુપયોગ કર્યા વગ૨ તમે રહેશો નહિ અને એ દુરુપયોગમાંથી ઉદ્ભવતી પ્રત્યાઘાતોની હારમાળાને તમે રોકી શકશો પણ નહિ. ભસ્માસુરની પૌરાણિક કથા ભલે હકીકતમાં ના હોય પણ એ બોધકથાસ્વરૂપે જરાય ખોટી નથી. ક્યારેક તો મતિભ્રષ્ટ થવાય છે.
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy