SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ બાર પ્રકારની હિંસાઓ મેઈટ્સ' હતા ને? બાળક માને ધાવે ત્યા સુધી (સ્તiધય અવસ્થામાં) માની પાસે ગર્ભથી માંડીને ત્યાર સુધી - સંસ્કરણ પામે. પછી જરાક સમજણી ઉંમર-આઠથી દસ વર્ષની થાય એટલે તેને તપોવનમાં મુકાય. ઘરે રહે તો અવ્યક્ત રીતે પણ માતા-પિતાના (પતિપત્ની તરીકેના) કોઈ ખોટા સંસ્કાર પડી જાય તો બાળકના સંસ્કરણને ઘણું નુકસાન થાય. લગભગ સોળ વર્ષની વય સુધી બાળક ઋષિ-મુનિઓના સત્સંગમાં રહે. પોતાના અતિથિ-સત્કાર, વૃદ્ધોની સેવા, આપસનો તીવ્ર ભાઈચારો, દિન-રાતની સમુચિત દિનચર્યા, સ્નાનાદિ વિધિ, પશુપાલન, વનસ્પતિઊછેર વગેરે બાબતોને તપોવની બાળકો ઋષિઓના જીવનમાં આખેઆંખ જુએ અને તે રીતે તે બધું શીખી જાય. ઘરે આવ્યા બાદ તે બાળકો તે જ રીતે અતિથિ-સત્કાર આદિ કરવા લાગે. વળી ઋષિઓ જ આકાશદર્શન કરાવીને ખગોળની બધી વાતોની માહિતી આપે. રાજાઓની વાતો કરીને રાજકારણની માહિતી આપે. વર્ણાશ્રમની વાતો કરીને તે અંગેની માહિતી આપે. બ્રહ્માંડની વાતો કરીને આધિદૈવિક તત્ત્વોની માહિતી આપે. ધાર્મિક પુરુષોની વાતો દ્વારા ધર્મ-તત્ત્વની માહિતી આપે. આમ માહિતીનું શિક્ષણ મળે અને અતિથિસત્કાર, ગુરુજનસેવા, વૃદ્ધોની માવજત ગરીબની કરુણા, પ્રાણીસૃષ્ટિ સામે તાદાત્મય વગેરે મૂલ્યોનું શિક્ષણ ઋષિઓના જીવંત જીવનમાંથી આપમેળે મળી જાય. નિત્ય યોગાસનો કરતા ઋષિઓ, બાળકોને યોગાસનો કરવાનું કહેવા કદી ન જાય. | ઋષિઓ બ્રાહ્મમુહૂર્ત ઊઠે; ધ્યાનમાં બેસે; જપ કરે એ બધું જોઈને જ બાળકો તેમ કરતા થઈ જાય. એનું ભાષણ થોડું જ કરવાનું હોય? ઋષિઓ દ્વારા બાળકોની ઘરમાં સંભવિતા સ્વછંદતા ઉપર વિવિધ રીતે નિયંત્રણ મુકાય તેના જે લાભો થાય તે અનુભવીને બાળકો સ્વતઃ જ નિયંત્રણોને આશીર્વાદરૂપ માને. વૃક્ષોને પાણી પાવું, ભોજન વગેરે સાથે કરવું એ બધા દ્વારા બાળકો સહનાવવતુ, સહ નૌ ભુનકતુ, સહવીર્ય રવાવહૈ નાં સૂત્રોને જીવનસાત કરી લે તેમાં શી નવાઈ? પસીનો છૂટી જાય તેવો અનેક પ્રકારનો શ્રમ કરવાથી બાળકોનાં શરીર કેવાં ખડતલ બની જતાં હશે. માંદા પશુની માવજત કરતાં બાળકો માંદાં કે બુઢાં મા-બાપની કે કોઈ ગરીબ માણસની માવજતમાં કદી પાછાં પડે જ નહિ ને વારંવાર પરસ્પર નમોનમ કરતા ઋષિઓ વગેરે જોઈને એ બાળકો પણ તેવું કરતાં થઈ જ જાય ને ?
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy