SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પતન : જવાબદારી મારી છે ‘સુખનું કારણ હું છું' એ માનવા તૈયાર થઈ જતો માણસ “દુઃખનું કારણ પણ હું જ છું’ એ માનવા સંસારક્ષેત્રે જો તૈયાર નથી તો ‘ગુણોધ્ધાડનો પુરુષાર્થ મારો છે' એ માનવા તૈયાર થઈ જતાં આપણે ‘દોષની આધીનતાની જવાબદારી પણ મારી જ છે' એ સ્વીકારવા આપણે ય ક્યાં તૈયાર છીએ? યાદ રાખજો , અગાસી પર ચડવા માટે સીડી જોઈએ છે. પરંતુ પડવા માટે તો વ્યક્તિનો અવળો પુરુષાર્થ જ કાફી છે. સંયમજીવનમાં સદ્દગુણોના ઉઘાડ માટે આપણે કેટકેટલાં સઆલંબનો લઈએ છીએ ? કેટકેટલાં સદ્ નિમિત્તાનું સેવન ૮ કરીએ છીએ ? પણ, જરાક જ ગાફેલ રહીએ છીએ, પ્રમાદના શિકાર ? બનીએ છીએ, પ્રલોભનોમાં ખેંચાઈ જઈએ છીએ, અને દુષ્કાર્યના તથા દોષના શિકાર આપણે બની જઈએ છીએ. તાત્પર્યાર્થ ? આ જ કે આ જીવનમાં સદ્ગુણોનો અલ્પ તે પણ ઉઘાડ જો આપણે કરી શક્યા છીએ તો એનો તમામ યશ છે કે ઉત્તમ આલંબનોને ફાળે જાય છે. દોષ આધીનતા બધીજ આપણા અવળા પુરુષાર્થને આભારી છે. દકિchcheck Гоолоосоосоо Ла Лололоор જે સૃષ્ટિપથ નહીં, દૃષ્ટિપથ બદલતા રહીએ $ ‘હું દુઃખી છું કારણ કે પત્નીનો સ્વભાવ બરાબર નથી. કે. કે શરીર સારું નથી. પૈસા પૂરતા નથી. મિત્રવર્ગ અનુકૂળ નથી. - ધંધો જોઈએ તેવો જામ્યો નથી. સ્વજનો વફાદાર નથી. સરકારી રે ? કાયદાઓ બરાબર નથી.’ હા, આ જ ફરિયાદો વચ્ચે જીવન પસાર હું કરી રહ્યો છે સંસારી માણસ. જ્યારે | દોષિત છું કારણ કે પ્રલોભનો સામે ય ટકી શકું એવું - છે સત્ત્વ મારામાં નથી. પીડાને પચાવી શકું એવી સાત્ત્વિકતા મારી છે પાસે નથી. અપમાનજનક શબ્દોને ઘોળીને પી જાઉં એવું સામર્થ્ય છે મારામાં નથી. અપ્રમત્તભાવે ક્રિયાઓ કરતો રહું એવી જાગૃતિ , હું મારી પાસે નથી.” હા. આ પ્રકારના સ્વીકારભાવ સાથે જીવન $ 3 પસાર થઈ રહ્યું હોય છે સંયમી આત્માનું. છે ટૂંકમાં, સૃષ્ટિપથ બદલતા રહેવાના પ્રયાસોમાં જ જે વ્યસ્ત છું હરે રહે છે એ છે સંસારી માણસ જ્યારે દૃષ્ટિપથ બદલતા રહેવાના . પ્રયાસોમાં જ જે લાગ્યો રહે છે એ છે સંયમી આત્મા. લાગે છે ખરું કે આપણો નંબર આ વ્યાખ્યાના આધારે કે કે સંયમીમાં જ લાગે છે ? Ollobello Marrollo delle
SR No.008885
Book TitleAnand Ja Anand Che
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages51
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size167 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy