SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ प्रतियोगिव्यधिकरणसंयोगाभाववति संयोगज्ञानस्य भ्रमत्वात् । न च वृक्षे कपिसंयोगाभावावच्छेदेन संयोगज्ञानं भ्रमो न स्यात्तत्र संयोगाभावस्य प्रतियोगिसमानाधिकरणत्वादिति वाच्यम्, तत्र संयोगाभावावच्छेदेन संयोगज्ञानस्य भ्रमत्वात् । लक्ष्यस्याननुगमाल्लक्षणस्याननुगमेऽपि न क्षतिः ॥ મુક્તાવલી : શંકાકાર : ‘વૃક્ષમાં કપિસંયોગ છે' તેવું જે જ્ઞાન થયું તેમાં પ્રમા અને અપ્રમા બંનેનું લક્ષણ ઘટી જવાથી એક જ જ્ઞાનને પ્રમા અને અપ્રમા માનવાની આપત્તિ આવશે, કેમકે શાખાવચ્છેદેન વૃક્ષમાં કપિસંયોગ હોવાથી તે શાન તદ્(કપિસંયોગવદ્)વિશેષ્યકત્વે સતિ તત્ત્રકારક (કપિસંયોગપ્રકારક) છે, તેથી પ્રમાત્મક છે અને તે જ વૃક્ષમાં મૂલાવચ્છેદેન કપિસંયોગાભાવ હોવાથી કપિસંયોગાભાવવતિ વૃક્ષે કપિસંયોગપ્રકારક જ્ઞાન પણ છે, અર્થાત્ આ જ્ઞાન તદભાવવતિ તત્પ્રકા૨ક જ્ઞાન છે તેથી અપ્રમાનું લક્ષણ પણ ઘટી ગયું. પણ એક જ જ્ઞાન પ્રમા અને ભ્રમ બંને શી રીતે બની શકે ? નૈયાયિક : આ આપત્તિને દૂ૨ ક૨વા અમે કહીશું કે પ્રતિયોશિવ્યધિરળામાવતિ તાર જ્ઞાનં અપ્રમા । અહીં જ્યાં અભાવ રહેતો હોય ત્યાં તેનો પ્રતિયોગી જો ન રહેતો હોય તો તે પ્રતિયોગિવ્યધિકરણાભાવ કહેવાય. હવે વૃક્ષમાં જેમ કપિસંયોગાભાવ રહે છે તેમ તેનો પ્રતિયોગી કપિસંયોગ પણ વૃક્ષમાં રહે જ છે. તેથી વૃક્ષમાં રહેલો મૂલાવચ્છેદેન કપિસંયોગાભાવ એ પ્રતિયોગિવ્યધિક૨ણ અભાવ ન કહેવાય. પ્રતિયોશિવ્યધિજાળામાવતિ તત્પ્રાપજ જ્ઞાનં ભ્રમ છે. અહીં તો વૃક્ષ પ્રતિયોગિવ્યધિકરણાભાવવાળું જ નથી. તેથી પ્રતિયોગિવ્યધિકરણાભાવવતિ તત્પ્રકા૨ક જ્ઞાન જ નથી. તેથી લક્ષણ જતું ન હોવાથી તે ભ્રમાત્મક જ્ઞાન નથી પણ પ્રમાત્મક જ્ઞાન જ છે. કપિસંયોગનો અભાવ ગુણ-કર્મમાં રહે અને ત્યાં પ્રતિયોગી કપિસંયોગ રહેતો નથી, તેથી ગુણ-કર્મ તો સદા પ્રતિયોગિવ્યધિકરણાભાવવાન્ જ હોય. તેથી ત્યાં કોઈને એવું જ્ઞાન થાય કે મુળ: સંયોોન ઋષિસંયો વાન્ તો તે પ્રતિયોગિવ્યધિક૨ણાભાવવતિ તત્પ્રકા૨ક (કપિસંયોગ-પ્રકારક) જ્ઞાન હોવાથી ભ્રમ જ છે પણ પ્રમા નથી. શંકાકાર : સારું, વૃક્ષમાં રહેલો કપિસંયોગાભાવ એ પ્રતિયોગિવ્યધિકરણાભાવ ન હોવાથી ‘વૃક્ષ: પિસંયોની' જ્ઞાન ભલે ભ્રમાત્મક ન બને, પણ હવે મૂલાવચ્છેદેન જે કપિસંયોગાભાવ છે ત્યાં જ કોઈને ‘વૃક્ષ: પિસંયોગી' એવું ભ્રમાત્મક જ્ઞાન થયું. હવે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૨૯૧)
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy