SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ છે પણ તે જવાળાઓમાં ખૂબ જ સાજાત્ય હોવાથી આવી ભ્રાન્તિ થાય છે તેમ અહીં પણ જ સાજાત્ય હોવાથી “આ તે જ પટ છે' તેવી ભ્રાન્ત પ્રત્યભિજ્ઞા થાય છે. * मुक्तावली : न च पूर्वतन्तव एव तन्त्वन्तरसहकारात्पूर्वपटे सत्येव पटान्तर-* मारभन्तामिति वाच्यम्, मूर्तयोः समानदेशताविरोधात् तत्र पटद्वयासम्भवात्, एकदा नानाद्रव्यस्य तत्रोपलम्भस्य बाधितत्वाच्च । तस्मात्पूर्वस्य द्रव्यस्य प्रतिबन्धकस्य विनाशे द्रव्यान्तरोत्पत्तिरित्यस्यावश्यमभ्युपेयत्वात् ॥ - મુક્તાવલી શંકાકાર : પૂર્વપટનો નાશ થાય છે અને તન્વન્તરથી નવો પટ ઉત્પન્ન થાય છે તેના બદલે અમે કહીશું કે પૂર્વના તંતુઓ જ અન્ય તંતુઓના સહકારથી પૂર્વના ક પટમાં જ પટાન્તરનો આરંભ કરે છે અને તેથી પૂર્વપટનો નાશ થતો જ નથી. આમ પૂર્વપટનો નાશ થયા વિના જ પરિમાણાધિક્ય થવાથી આશ્રયનાશ વિના જ પરિમાણ- જ નાશ થવાની આપત્તિ આવે છે. જ નૈયાયિક : પૂર્વના તંતુઓ જ નવા તંતુઓની સહાયથી પૂર્વપટમાં જ નવો પટ ન ઉત્પન્ન કરે છે અને તેથી જુનો પટ નાશ પામ્યા વિના જ તેનામાં નવો પટ ઉત્પન્ન થાય છે. છે તેવી તમારી વાત માની શકાય તેમ નથી, કારણ કે મૂર્ત વસ્તુઓ સમાન દેશમાં સાથે જ રહી શકતી નથી તેવો નિયમ છે. જ્યાં ભૂતલમાં ઘટ પડ્યો છે ત્યાં પટ રહી શકતો જ નથી અને જ્યાં પટ છે ત્યાં જ ઘટ રહી શકતો નથી. આમ એક જ દેશમાં બે મૂર્તિ છે વસ્તુઓ સાથે રહી શકતી ન હોવાથી જ્યાં જુનો પટ હાજર છે ત્યાં જ નવો પટ પણ આ ન ઉત્પન્ન થઈ શકે નહીં, કેમકે બંને પટો મૂર્ત દ્રવ્યો છે. તેઓ એક સ્થાને સાથે રહી શકે છે જ નહીં. પૂર્વપટનો નાશ થયા પછી જ તે તંતુઓમાં નવો પટ ઉત્પન્ન થઈ શકે પણ તે પૂર્વે તો ઉત્પન્ન ન જ થાય. જ જે તત્ત્વધિકરણમાં એક પટ છે તે અધિકરણમાં જ નવો મોટો પટ ઉત્પન્ન થઈ શકે છે નહિ. એક સ્થાને અનેક દ્રવ્યનો એક જ કાળે ઉપલંભ બાધિત બને છે માટે પૂર્વનો પટ છે જે પટાન્તરોત્પત્તિમાં પ્રતિબંધક છે તેનો નાશ થયા પછી જ પટાન્તરોત્પત્તિ થઈ શકે, છે પણ તે પૂર્વે પટાન્તરોત્પત્તિ થઈ શકે નહીં. આમ પૂર્વપટનો નાશ થવાથી જ પૂર્વપરિમાણનો નાશ થયો હોવાથી આશ્રયનાશથી આ જ પરિમાણનાશ થાય છે તે વાત સિદ્ધ થાય છે. ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૦૨) એ જ છે
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy