SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તાવલી : નવ ક્ષણની પ્રક્રિયા : જો વિભાગજન્ય વિભાગ ન માનો તો : વહ્નિસંયોગથી ચણુકના પરમાણુમાં કર્મ (૧ ક્ષણ). પછી દ્વણુકના પરમાણુમાં વિભાગ (૨ ક્ષણ). પછી ચણુકના પરમાણુમાં પૂર્વસંયોગનાશ (૩ ક્ષણ). પછી ચણુકના પરમાણુની ઉત્તરસંયોગપ્રાપ્તિ (૪ ક્ષણ). અને તે જ ક્ષણે ચણુકનો નાશ થયો તેથી આ પહેલી ક્ષણ થઈ. બીજી ક્ષણે : પરમાણુમાં શ્યામ રૂપનો નાશ અને કર્મનો નાશ. ત્રીજી ક્ષણે : પરમાણુમાં રક્તગુણોત્પત્તિ. ચોથી ક્ષણે : ચણુક-આરંભક કર્મની ઉત્પત્તિ. પાંચમી ક્ષણે : વિભાગ. છઠ્ઠી ક્ષણે : પૂર્વસંયોગનાશ. સાતમી ક્ષણે : આરંભક-સંયોગોત્પત્તિ. આઠમી ક્ષણે : ચણુકોત્પત્તિ. નવમી ક્ષણે ઃ ચણુકમાં રક્તાદ્યુત્પત્તિ. આમ જે ક્ષણે ઊઁચણુકનો નાશ થાય તે ક્ષણથી નવમી ક્ષણે નવા ઉત્પન્ન થયેલા હ્રચણુકમાં રક્તાદિની ઉત્પત્તિ થાય. અહીં પાંચમી ક્ષણે ઉત્પન્ન થયેલો વિભાગ એ વિભાગજન્ય વિભાગ નથી, પણ ચોથી ક્ષણે ઉત્પન્ન થયેલા કર્મથી જન્ય છે. તેથી ચોથી ક્ષણે ઉત્પન્ન થયેલા કર્મે તે વિભાગને સ્વોત્તરોત્પન્નભાવાનપેક્ષરીત્યા ઉત્પન્ન કર્યો છે . . . . . . . मुक्तावली : ननु श्यामादिनाशक्षणे रक्तोत्पत्तिक्षणे वा परमाणौ द्रव्यारम्भानुगुणा क्रियाऽस्त्विति चेत् ? न, अग्निसंयुक्ते परमाणौ यत्कर्म तद्विनाशमन्तरेण गुणोत्पत्तिमन्तरेण च परमाणौ क्रियान्तराभावात्, कर्मवति कर्मान्तरानुत्पत्तेर्निर्गुणे द्रव्ये द्रव्यारम्भानुगुणक्रियानुपपत्तेश्च । મુક્તાવલી : નૈયાયિક : તમે તો ક્ષણ ક્ષણનું ઘણું મૂલ્ય માનો છો, એક ક્ષણ પણ ખોટી વેડફવામાં મહાગૌરવ સમજો છો તો પછી જે ક્ષણે શ્યામગુણનો નાશ માન્યો તે જ ક્ષણે દ્રવ્યારંભક કર્મની ઉત્પત્તિ માનવી હતી ને ? અર્થાત્ બીજી ક્ષણે જ શ્યામરૂપ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૨૩૨)
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy