SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાણુમાં નિત્ય રૂપ માની શકાય ? આમ પૃથ્વી પરમાણુમાં પણ પૂર્વરૂપ નાશ પામીને અન્ય રૂપ ઉત્પન્ન થતું હોવાથી પૃથ્વી પરમાણુનું રૂપ નિત્ય ન મનાતા અનિત્ય જ મનાય છે, જયારે જલ-તેજો દ્રવ્યોમાં પાકાદિના કારણે રૂપાન્તર થતું ન હોવાથી તેના અવયવ પરમાણુમાં નિત્ય રૂપ જ મનાય છે. (ઘટ જ્યારે પાકથી રક્ત બન્યો હોય ત્યારે તેના કપાલ, કપાલિકા વગેરે શ્યામ ન હોય પણ રક્ત થયા જ હોય છે.) જલ-તેજસપરમાણુના રૂપથી ભિન્ન જે જે રૂપો છે તે તમામ સહેતુક અર્થાત્ કોઈ ને કોઈ કારણથી ઉત્પન્ન થયેલાં હોવાથી અનિત્ય છે. कारिकावली : रसस्तु रसनाग्राह्यो मधुरादिरनेकधा ॥ १०१ ॥ सहकारी रसज्ञाया नित्यतादि च पूर्ववत् । मुक्तावली : रसं निरूपयति- रसस्त्विति । सहकारीति । रासनज्ञाने रसः कारणमित्यर्थः । पूर्ववदिति । जलपरमाणौ रसो नित्योऽन्यः सर्वोऽपि रसोऽनित्य इत्यर्थः । મુક્તાવલી : (૨) રસ-નિરૂપણ : ૨સ રસનેન્દ્રિયથી ગ્રાહ્ય ગુણ છે, તેથી રસનું લક્ષણ રસનેન્દ્રિયગ્રાહ્યત્વમ્ બનશે. શંકાકાર : જેમ રસનેન્દ્રિયથી ગ્રાહ્ય રસ છે તેમ રસત્વ જાતિ અને ૨સાભાવ પણ રસનેન્દ્રિયથી ગ્રાહ્ય છે જ. તેથી તમારા લક્ષણની રસાભાવ અને રસત્વમાં અતિવ્યાપ્તિ થશે. નૈયાયિક : તે અતિવ્યાપ્તિ દૂર કરવા અમે ‘રસનાગ્રાહ્યશુખત્વમ્’ કહીશું. હવે ગુણ પદનું ઉપાદાન કરવાથી અતિવ્યાપ્તિ નહીં થાય, કેમકે રસત્વ અને રસાભાવ ગુણ ન હોવાથી તેનામાં આ પરિષ્કૃત લક્ષણ જતું નથી. રાસનપ્રત્યક્ષનું સહકારી કા૨ણ રસ છે. જલપરમાણુમાં રહેલો રસ નિત્ય છે, પણ પૃથ્વી-પરમાણુમાં પાકથી રસ બદલાતો હોવાથી અનિત્ય છે. પૃથ્વી અને જલ અવયવીનો રસ તો હેતુજન્ય હોવાથી અનિત્ય જ છે. कारिकावली : घ्राणग्राह्यो भवेद्गन्धो घ्राणस्यैवोपकारकः ॥१०२॥ सौरभश्चासौरभश्च स द्वेधा परिकीर्तितः । ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૨૨૩)
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy