SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ તેના સમવાધિકારણ તંતુના રૂપના કારણે હોવાથી પટનું રૂપ કારણગુણપૂર્વક કહેવાય. * कारिकावली : अपाकजास्तु स्पर्शान्ता द्रवत्वं च तथाविधम् । स्नेहवेगगुरुत्वैकपृथक्त्वपरिमाणकम् ॥१५॥ स्थितिस्थापक इत्येते स्युः कारणगुणोद्भवाः । संयोगश्च विभागश्च वेगश्चैते तु कर्मजाः ॥१६॥ * मुक्तावली : अपाकजास्त्विति । पाकजरूपादीनां कारणगुणपूर्वकत्वा* भावात् अपाकजा इत्युक्तम् । तथाविधम् = अपाकजम् । तथैकत्वमपि बोध्यम् । संयोगश्चेति । कर्मजन्यत्वं यद्यपि न साधर्म्य घटादावतिव्याप्तेः, संयोगजसंयोगेऽव्याप्तेश्च । तथापि कर्मजन्यवृत्तिगुणत्वव्याप्यजातिमत्त्वं * बोध्यम् । एवमन्यत्राप्यूह्यम् ॥ મુક્તાવલી : કારણગુણપૂર્વક ગુણો : સમવાયિકારણના ગુણોના કારણે કાર્યમાં ઉત્પન્ન થયેલા ગુણોને કારણગુણપૂર્વક કહેવાય છે. અપાકજ (અગ્નિસંયોગથી નહીં ઉત્પન્ન થયેલાં) રૂપ, રસ, ગંધ અને સ્પર્શ તથા સાંસિદ્ધિક દ્રવત્વ, સ્નેહ, વેગ, ગુરૂત્વ, એકત્વ, જ એકપૃથફત્વ, પરિમાણ અને સ્થિતિસ્થાપક કારણગુણપૂર્વક ગુણો છે. છે જે પાકજ રૂપાદિ છે તે તો કારણગુણપૂર્વક નથી જ, કારણ કે કારણ પ્રમાણેના છે રૂપાદિ આવ્યા પછી પાક થઈ જતાં રૂપાન્તર થઈ જાય છે. પાકથી નવા રૂપાદિ ઉત્પન્ન કરી જ થાય છે કે જે કદાચ કારણમાં હતા જ નહીં. તેથી અપાકજ રૂપાદિને કારણગુણપૂર્વક જ એ કહ્યા છે, પણ પાકજ રૂપાદિને નહીં. આ કર્મજન્ય ગુણો સંયોગ, વિભાગ અને વેગ કર્મ = ક્રિયાથી જન્ય = ઉત્પન્ન થનારા ગુણો છે. જો કે નચતમ્ આ ત્રણેમાં રહ્યું હોવા છતાં આ ત્રણેનું સાધર્મ તો આ કર્મજન્યત્વ નથી જ, કેમકે ઘટાદિ પણ કર્મજન્ય જ છે, તેથી ઘટાદિમાં પણ કર્મજન્યત્વ જ રહેતું હોવાથી અતિવ્યાપ્તિ થાય. માટે કર્મજન્યત્વને સંયોગ, વિભાગ અને વેગ ગુણોનું સાધમ્ય ન કહેવાય. એ વળી “કર્મજન્યત્વ'ને સાધર્મ માનવામાં સંયોગજન્ય સંયોગમાં અવ્યાપ્તિ આવે છે. જે આ સંયોગ જેમ કર્મથી જન્ય છે તેમ પૂર્વસંયોગથી પણ જન્ય હોઈ શકે છે. પાટ ઉપર પુસ્તકનો જ ન્યાયસિદ્ધારમુક્તાવલી ભાગ(૨૦)
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy