SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ અયોગ્યતાનો નિશ્ચય થાય તો શાબ્દબોધ થતો નથી, માટે અયોગ્યતાનો નિશ્ચય એ પ્રતિબંધક છે અને પ્રતિબંધકાભાવ= અયોગ્યતાનિશ્ચયનો અભાવ એ શાબ્દબોધ પ્રત્યે હેતુ માનવો જોઈએ. : પ્રાચીનો ઃ અયોગ્યતાનિશ્ચયાભાવને શાબ્દબોધ પ્રત્યે કારણ માનવામાં શરીરકૃત ગૌરવ છે. એના કરતાં લાધવાત્ યોગ્યતાજ્ઞાનને જ શાબ્દબોધ પ્રત્યે કેમ કારણ ન મનાય? નવ્યો : રત્નકોશકાર-મતની વિચારણામાં એ વાત નક્કી થઈ ગઈ છે કે તદભાવનો નિશ્ચય દોષવિશેષાજન્ય લૌકિકસંનિકર્ષ-અજન્ય એવા તદ્ના નિશ્ચયનો પ્રતિબંધક બને છે. પ્રસ્તુતમાં આ કલુપ્ત પ્રતિબધ્ય-પ્રતિબંધકભાવથી જ કામ ચાલે છે. વહ્નિમાં સેકકરણત્વ(યોગ્યતા)નો જે શાબ્દબોધ (નિશ્ચય) છે તે દોષવિશેષાજન્ય છે અને લૌકિક સંનિકર્ષ અજન્ય પણ છે. એટલે આની સામે વહ્નિમાં સેકકરણકત્વના અભાવનો અયોગ્યતાનો જે નિશ્ચય, તે પ્રતિબંધક બની જ જશે. એટલે આ અયોગ્યતાના નિશ્ચય (પ્રતિબંધક)ના અભાવને જ શાબ્દબોધ પ્રત્યે હેતુ માનવો જોઈએ. = પ્રાચીનો : જ્યાં યોગ્યતાનું જ્ઞાન નથી અને અયોગ્યતાનો (યોગ્યતાના બાધનો) નિશ્ચય પણ નથી ત્યાં બાધનિયાભાવ છે, અર્થાત્ અયોગ્યતાનિશ્ચયાભાવરૂપ કારણની હાજરી છે એટલે શાબ્દબોધ થવો જોઈએ. પણ અહીં શાબ્દબોધ થતો નથી માટે યોગ્યતાજ્ઞાનને જ શાબ્દબોધ પ્રત્યે કારણ માનવું જોઈએ. અહીં યોગ્યતાજ્ઞાન નથી માટે શાબ્દબોધ નહિ થાય. જ્યારે યોગ્યતાજ્ઞાન થશે ત્યારે જ શાબ્દબોધ થશે. આમ યોગ્યતાજ્ઞાનવિલમ્બાત્ શાબ્દબોધ-વિલંબ માનવો જોઈએ. નવ્યો : નહિ, જો ઉક્ત સ્થળે બાધનિશ્ચયાભાવ છે તો શાબ્દબોધ થશે જ. અમને તેમાં ઈષ્ટાપત્તિ જ છે. અન્યથા પ્રતિબંધકાભાવરૂપ તૃપ્ત કારણને છોડીને યોગ્યતાજ્ઞાનને અતિરિક્ત કારણ માનવાની કલ્પનાનું ગૌરવ થાય. માટે યોગ્યતા-જ્ઞાનવિલમ્બથી શાબ્દબોધ-વિલંબ અમે અપ્રામાણિક માનીએ છીએ. યથાર્થબાધનિશ્ચયાભાવ હોય તો શાબ્દબોધ થાય. યથાર્થબાનિશ્ચય હોય તો શાબ્દબોધ ન થાય. જ્યાં બાધનિશ્ચયનો ભ્રમ હોય ત્યાં ભ્રમ-દશામાં શાબ્દબોધ-વિલમ્બ થાય, ભ્રમ નિવૃત્ત થતાં શાબ્દબોધ થઈ જાય. ‘જ્ઞાદુ:’ એમ કહીને જે અસ્વરસ સૂચવ્યો છે તેનાથી એ સિદ્ધ થાય છે કે શાબ્દબોધ પ્રત્યે સર્વાનુભવસિદ્ધ યોગ્યતાજ્ઞાનને જ કારણ તરીકે માનવું જોઈએ. ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૦૯)|
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy