SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે ‘મણ્ડલ' પદ પણ રૂઢ છે. મણ્ડલ પદ સૂર્યાદિરોધક કુણ્ડલાકાર પરિધિમાં જ રૂઢ છે પણ મળ્યું જ્ઞાતિ એવો અવયવાર્થ લઈને ઓદનને ગ્રહણ કરનાર વ્યક્તિનું બોધક નથી. આમ અહીં અવયવશક્તિનિરપેક્ષ એવી સમુદાયશક્તિથી ‘મણ્ડલ' પદ શાબ્દબોધ કરાવે છે માટે તે રૂઢપદ કહેવાય. मुक्तावली : यत्र तु अवयवशक्तिविषये समुदायशक्तिरप्यस्ति तद्योगरूढम्, यथा पङ्कजादिपदम् । तथाहि - पङ्कजपदमवयवशक्त्या पङ्कजनिकर्तृरूपमर्थं बोधयति, समुदायशक्त्या च पद्मत्वेन रूपेण पद्मं बोधयति । (૩) યોગરૂઢ : જ્યાં અવયવ-શક્તિ છે અને તેમાં જ સમુદાયશક્તિ પણ છે તે પદ યોગરૂઢ કહેવાય, અર્થાત્ જ્યાં બે ય શક્તિનું સામાનાધિકરણ્ય છે તેવું પદ યોગરૂઢ કહેવાય. દા.ત. ‘પંકજ’ પદ. અહીં ‘પાત્ નાયતે કૃતિ પટ્ટુનમ્' એવી અવયવશક્તિ પદ્મજનિકર્તૃત્વરૂપ અર્થનો બોધ કરાવે છે અને ‘પદ્મજ' એ આખા સમુદાયની શક્તિ પદ્મનો બોધ કરાવે છે. (પધ્રુજ એટલે પદ્મ) પદ્મ એ પંકમાંથી ઉત્પન્ન થયેલું પણ છે જ. એટલે અહીં અવયવશક્તિસંહકૃત સમુદાયશક્તિથી ‘પદ્મજ’ પદ પદ્મનો બોધ કરાવે છે માટે પદ્મજ પદ યોગરૂઢ કહેવાય. (અવયવશક્તિને કારણે યોગ અને સમુદાયશક્તિને કા૨ણે રૂઢ.) मुक्तावली : न च केवलयाऽवयवशक्त्या कुमुदे प्रयोगः स्यादिति वाच्यम्, रूढिज्ञानस्य केवलयौगिकार्थबुद्धौ प्रतिबन्धकत्वादिति प्राञ्चः । પ્રશ્ન : પઙજ પદ પોતાની એકલી અવયવશક્તિ દ્વારા (પંકમાંથી ઉત્પન્ન થના૨) કુમુદનો કે દેડકાનો બોધ કેમ ન કરાવી શકે ? (કુમુદ એ ચન્દ્રવિકાસી કમળ છે, જ્યારે પદ્મજ (પદ્મ જેનું બીજું નામ છે) એ સૂર્યવિકાસી કમળ છે એટલે પંકજથી પદ્મનો જ બોધ થાય, કુમુદનો નહિ. પણ અહીં પ્રશ્ન કરનારનો આશય એ છે કે પંકજની અવયવશક્તિ(પંકમાં ઉત્પન્ન થવું તે) તો કુમુદમાં પણ છે જ, કેમકે કુમુદ પણ પંકમાંથી જ ઉત્પન્ન થાય છે. વળી દેડકો પણ પંકમાં ઉત્પન્ન થાય છે તો પંકજ પદની એકલી અવયવશક્તિથી કુમુદ કે દેડકો કેમ વાચ્ય ન બને ? હા, પંકજ પદની સમુદાયશક્તિ ભલે પદ્મની જ વાચક બની શકે, કુમુદ કે દેડકાની ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૧૪૯)
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy