SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Sheosastowww w wwwwwwwwwsexoxoxoxoxosoutosoubo d% % % मुक्तावली : ननु कारणत्वं किम् ? अत आह - अन्यथासिद्धीति । तस्य कारणत्वस्य । - મુક્તાવલીઃ કારણ : મચથસિદ્ધિશૂન્યત્વે અતિ નિયતપૂર્વવૃત્તિત્વમ્ ઋારવિમ્ | જે કાર્ય પ્રત્યે અન્યથાસિદ્ધ ન હોય, અર્થાત્ અનન્યથાસિદ્ધ હોય અને કાર્યની નિયત | પૂર્વવૃત્તિ હોય છે કારણ કહેવાય. કારણના આ લક્ષણનું પદકૃત્ય કરીએ : જો નિયત પદ કાઢીને મચથસિદ્ધિશૂન્યત્વે સતિ પૂર્વવૃત્તિત્વમ્ કહેવામાં આવે તો એકાદ ઘટકાર્ય પ્રત્યે કારણ બનેલો રાસ ઘટ સામાન્ય પ્રત્યે કારણ બની જવાની આપત્તિ આવે. રાસભ એ અમુક ઘટકાર્યની પૂર્વમાં વૃત્તિ (રહેનાર) તો જરૂર છે, પણ ઘટ સામાન્ય એટલે કે બધા ય ઘટ પ્રત્યે તેની નિયત | (વ્યાપક) પૂર્વવૃત્તિતા તો નથી જ. અર્થાત્ દરેક ઘટકાર્ય પ્રત્યે રાસભ અવશ્ય હાજર હોવો | જ જોઈએ તેવો નિયમ નથી. એટલે નિયત પદના નિવેશથી રાસભમાં લક્ષણની અતિવ્યાપ્તિ થશે નહિ. ઘટ પ્રત્યે દંડ, કુલાલ, ચક્ર, માટી વગેરે નિયત પૂર્વવૃત્તિ છે, | અર્થાત તમામ ઘટકાર્ય પ્રત્યે આ બધા પૂર્વેક્ષણમાં અવશ્ય હાજર હોય છે એટલે દંડાદિને | ઘટકાર્ય પ્રત્યે કારણ કહેવાય છે. દંડાદિ ઘટકાર્યના નિયતપૂર્વવૃત્તિ છે માટે દંડાદિમાં ઘટકાર્યની નિયતપૂર્વવૃત્તિતા કારણતા છે. આમ કારણતા એ કોઈ જુદો પદાર્થ નથી પરંતુ નિયતપૂર્વવૃત્તિતા એ જ કારણતા છે. અહીં પૂર્વવૃત્તિતા એટલે કાર્યના અધિકરણમાં કાર્યની પૂર્વેક્ષણે વૃત્તિતા સમજવી. વળી આ પૂર્વવૃત્તિતા વ્યવહિત ન જોઈએ પણ અવ્યવહિતપૂર્વેક્ષણવૃત્તિતા જોઈએ, પછી ભલે એ અવ્યવહિતપૂર્વેક્ષણવૃત્તિતા સાક્ષાત્ હોય કે પરંપરયા (વ્યાપાર દ્વારા) હોય. હવે જો નિયતિપૂર્વવૃત્તિä RUત્વિમ્ કહીએ, અર્થાત્ અન્યથારિદ્ધિશૂન્યત્વે અતિ એટલો ભાગ કાઢી નાંખીએ તો જે પાંચને ઘટાદિ કાર્ય પ્રત્યે અન્યથાસિદ્ધ-અકારણ કહેવામાં આવ્યા છે તે દંડત્વ, કપાલરૂપ, આકાશ આદિ પાંચેયમાં આ લક્ષણ અતિવ્યાપ્ત થાય, કેમકે દંડત્વાદિ ઘટની પૂર્વમાં નિયતવૃત્તિ છે. આ આપત્તિ દૂર કરવા | સત્યંત(સતિ સુધીનો)ભાગ મૂકવામાં આવ્યો છે. દંડવાદિ અન્યથાસિદ્ધ છે. (१) यद् अन्यथा कार्यं सिद्धं भवति तदन्यथासिद्धम् । (२) यद् अन्तरेण कार्यं सिद्धं भवति तदन्यथासिद्धम् । (३) यद् विना कार्यं सिद्धं भवति तदन्यथासिद्धम् । 来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来 SETTE ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૧૦ (oo) EEEEEEE
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy