SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ t owntotxtobstetootststokokokokdokdokutobotstartoon સમવાધિકારણ સંયોગ કાર્ય દ્રવ્યત્વ સમ.ન.તા. સંયોગત્વ અવચ્છિન્ના કાર્યતા (અહીં વાંધો આવ્યો) જો કે આમ તો અહીં કોઈ આપત્તિ નથી, કેમકે કાર્યતાનો અવચ્છેદક સંયોગત્વ છે. એટલે સ્વ એ સ્વનો અવચ્છેદક બનતો નથી. અને નવેય સમવાયિકારણોમાં | સંયોગરૂપ કાર્ય હોઈ શકે. માટે સંયોગકાર્યની સમાયિકારણતા નવેયમાં મળે છે. અને | સંયોગ અનિત્ય છે માટે જ્યાં સંયોગત્વ છે ત્યાં કાર્યત્વ પણ છે જ. એટલે સંયોગત્વ | એ કાર્યતાનો અવચ્છેદક પણ બને છે. પરંતુ કેટલાક નૈયાયિકો આકાશ-કાળનો કે | આકાશાત્માનો કે દિગાત્માનો નિત્ય સંયોગ માને છે. એ મતે અહીં આપત્તિ આવે છે કે તે નિત્ય સંયોગમાં સંયોગત્વ છે પણ કાર્યત્વ (જન્યત્વ) નથી. માટે હવે કાર્યતાનો | અવચ્છેદક સંયોગત્વ ન બની શકે. (વસ્તુતઃ અપ્રતિયોતુ યા પ્રાપ્તિઃ : સંયો રૂતિ મૃત: બે વિભક્ત વસ્તુનો જે | સંબંધ તે સંયોગ કહેવાય છે. આકાશ-કાળાદિ ક્યારેય પણ જુદા ન હતા કે પછી અમુક | કાળે તેમનો સંયોગ થયો હોય. માટે તે બે નો સંયોગ જ ન કહેવાય.) એટલે આ પક્ષને પણ છોડીને વિભાગરૂપ કાર્ય લીધું. કોઈના પણ મતે વિભાગ | નિત્ય નથી. જે કોઈ વિભાગ છે તે જન્ય(કાર્ય)રૂપ જ છે, માટે જ્યાં વિભાગત્વ છે ત્યાં | અવશ્ય કાર્યત્વ છે. માટે કાર્યતાનો અવચ્છેદક વિભાગ– બની જાય છે. આમ છેલ્લે | વિભાગસમાયિકારણતાવચ્છેદકતયા દ્રવ્યત્વ જાતિ સિદ્ધ થઈ. અહીં કોઈ આપત્તિ નથી, કેમકે નવેય દ્રવ્યમાં વિભાગરૂપ કાર્ય ઉત્પન્ન થાય છે. વિભાગકાર્યતાનો અવચ્છેદક | વિભાગ– બને છે, માટે સ્વ એ સ્વનો અવચ્છેદક બનતો નથી. તેમજ બધા યના માટે | બધા વિભાગ કાર્યરૂપ જ હોય છે, માટે કાર્યત્વ અને વિભાગ7 ક્રમશઃ અવચ્છેદ્ય| અવચ્છેદક પણ બની શકે છે. વળી બીજી રીતે પણ દ્રવ્યત્વ જાતિની સિદ્ધિ થાય છે. તે આ રીતે : તંતુસંયોગથી | પટ ઉત્પન્ન થાય કે નહિ ? જો હા, તો પટ ઉત્પન્ન થયા પછી ત્યાં તંતુસંયોગ છે કે | નહિ ? છે, તો તે પછીની ક્ષણે પુનઃ પટ ઉત્પન્ન થવો જોઈએ, કારણ કે આપણે કહ્યું | કે પટ પ્રત્યે તંતુસંયોગ એ કારણ છે. કારણની હાજરી હોય તો કાર્ય થયા જ કરવું 来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来 ** * ન્યાયસિદ્ધાન્તાક્તાવલી ભાગ-૧૦ (૪૨) Ess I
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy