SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ જજજજજ 16t6d56656666666b6% જજજજ , * * * * * * * * * 255 દીકરી દીકરી દીકરી | मुक्तावली : एवं ज्ञानलक्षणाया अस्वीकारे सुरभि चन्दनमिति ज्ञाने सौरभस्य भानं कथं स्यात् ? यद्यपि सामान्यलक्षणयाऽपि सौरभभानं सम्भवति, तथापि सौरभत्वस्य भानं ज्ञानलक्षणया । एवं यत्र धूमत्वेन धूलीपटलं ज्ञातं, तत्र धूलीपटलस्यानुव्यवसाये भानं ज्ञानलक्षणया । મુક્તાવલી : પ્રશ્ન : જ્ઞાનલક્ષણા સંનિકર્ષ માનવાની શી જરૂર છે? ઉત્તર : જો જ્ઞાનલક્ષણા સંનિકર્મ ન માનીએ તો “સુમ રનમ્' એવું જે જ્ઞાન થાય છે તેમાં સૌરભાશનું જ્ઞાન અનુપપન્ન થઈ જાય. તે આ રીતે : ગઈકાલે ચન્દનનો ટૂકડો હાથમાં લઈ, નાકેથી સુંધીને નિર્ણય કર્યો કે, વન્દ્ર સુમિ હવે આજે એ જ ચંદનનો ટૂકડો દૂરથી જોયો અને તરત કહ્યું કે ચન્દ્રનં કુરમા, અહીં ચંદન અને ચંદનત્વ જોડે તો ચક્ષુઃસંયોગ છે એટલે ચન્દનનું ચાક્ષુષપ્રત્યક્ષ તો થઈ છે શકે છે. પણ ચંદનની સૌરભ સાથે ધ્રાણેન્દ્રિયસંયોગ તો છે નહિ, તો પછી ચન્દન એ છે સુરભિ છે તે શી રીતે જાણ્યું ? સંનિકર્ષ વિના વસ્તુનું પ્રત્યક્ષ થઈ શકે નહિ. આનું | સમાધાન એ જ છે કે અહીં ગઈકાલના સુરભિના ધ્રાણજ પ્રત્યક્ષથી આત્મામાં જે સંસ્કાર પડ્યા હતા તેનો ઉદ્ધોધ થયો અને હમણાં આત્મામાં સૌરભનું સ્મરણાત્મક જ્ઞાન થયું. આ સ્મરણાત્મક જ્ઞાન તે જ જ્ઞાનલક્ષણા સંનિકર્ષ કહેવાય. અર્થાત સ્વસંયુક્તસંયુક્તસમવાય સંનિકર્ષ સ્વરૂપ જ્ઞાનલક્ષણા સંનિકર્ષથી સૌરભનું પ્રત્યક્ષ થયું એમ કહેવું જ પડે. સ્વ = ચહ્યું, સંયુક્ત = મન, સંયુક્ત = આત્મા, એમાં સમવાય છે જ્ઞાનનો. આ રીતે જ્ઞાનના ચન્દનાંશમાં લૌકિક સંનિકર્ષ અને સૌરભાશમાં અલૌકિક સંનિકર્ષ કારણ બન્યા છે એમ માનવું જ જોઈએ. પ્રશ્ન : “સુમિ વન્દનમ્' જ્ઞાનમાં સૌરભાશનું ભાન તમે જ્ઞાનલક્ષણા સંનિકર્ષથી કહ્યું પણ એ ભાન તો સામાન્યલક્ષણા સંનિકર્ષથી પણ કેમ ન થઈ શકે ? સૌરભત્વ સામાન્યથી સકળ સૌરભનું અલૌકિક પ્રત્યક્ષ થઈ જ શકે છે ને? તો હવે જ્ઞાનલક્ષણા સંનિકર્ષ માનવાની શી જરૂર છે ? ઉત્તર : હા, આ રીતે તો સૌરભનું અલૌકિક પ્રત્યક્ષ સામાન્ય લક્ષણાથી પણ થઈ | શકે છે. પરન્તુ સૌરભત્વ સામાન્યનું જ્ઞાન તો જ્ઞાનલક્ષણા સંનિકર્ષ વિના શક્ય જ નથી. કેમકે સૌરભત્વનું તો અહીં લૌકિક પ્રત્યક્ષ છે જ નહિ. (સૌરભનું લૌકિક પ્રત્યક્ષ હોત * * 6666666666666666Dtv6%) * * * * *િ (ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨૦૦ c - એકત્ર કરી )
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy