SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ doors chottustasostawcases costes coses tasas testustootestoboostistas.com આનું સમાધાન એ જ થાય કે વ્યાપ્તિજ્ઞાનથી ઉપમિતિ જ્ઞાન ન જ થાય, કેમકે | Iઉપમિતિ જ્ઞાન પ્રત્યે જ્ઞાનત્વેન જ્ઞાન માત્ર કારણ નથી કિન્ત સાદયજ્ઞાનત્વેન જ્ઞાન કારણ છે. એ જ રીતે સાદેશ્યજ્ઞાનથી અનુમિતિ જ્ઞાન ન થાય, કેમકે અનુમિતિ જ્ઞાન પ્રત્યે જ્ઞાનવેન કોઈપણ જ્ઞાન કારણ નથી કિન્તુ વ્યાપ્તિજ્ઞાનત્વેન વ્યાપ્તિજ્ઞાન જ કારણ | છે. આમ કહ્યા સિવાય તમારો વિસ્તાર નથી. પૂર્વપક્ષ: ના, જ્ઞાનત્વેન જ્ઞાનને જ અનુમિત્યાદિ ત્રણેય જ્ઞાન પ્રત્યે કારણ કહેવા | છતાં કશી આપત્તિ નથી. તે આ પ્રમાણે : વ્યાપ્તિજ્ઞાનથી ઉપમિતિ જ્ઞાન કેમ ન થાય | એ તમારો પ્રશ્ન છે. તેનો જવાબ એ છે કે અહીં જ્ઞાનત્વેન જ્ઞાન હાજર હોવા છતાં | | ઉપમિતિ જ્ઞાન માટે જરૂરી બીજી સામગ્રીઓ હાજર નથી માટે ઉપમિતિ જ્ઞાન ન થાય. | એટલે હવે નક્કી થયું કે જ્ઞાનત્વેન જ્ઞાન અને મનસ્વૈન મન જ અનુમિત્યાદિ જ્ઞાનોના કારણ છે. માટે તમે વ્યાતિજ્ઞાનવવં જ્ઞાનમ્ ગતિઃ ' ઇત્યાદિ જે લક્ષણો કર્યા તે અસંભવ દોષદુષ્ટ છે, કેમકે અનુમિત્યાદિ એ જ્ઞાનત્વેન જ્ઞાનકરણક છે, | વ્યાપ્તિજ્ઞાનત્વેન વ્યાપ્તિજ્ઞાનકરણક છે જ નહિ. નૈયાયિકઃ તો મૂકો હવે બધી પંચાત. પ્રત્યક્ષાદિ ચારેયના તદ્દન નવા સીધાસાદા | લક્ષણ બનાવી દઈશું. પર્વતો વદ્વિષાર્ એવી એક અનુમિતિ વ્યક્તિ લો અને તેમાં રહેનારી અને પ્રત્યક્ષમાં ન રહેનારી એવી જાતિ કહો. આ અનુમિતિ વ્યક્તિમાં | અનુભવત્વ અને અનુમિતિત્વ એ બે જાતિ રહે છે. એમાંથી અનુભવત્વ જાતિ તો પ્રત્યક્ષમાં પણ રહે છે, એટલે પ્રત્યક્ષમાં ન રહેનારી એવી જાતિ તો અનુમિતિત્વ જ બને. એ જાતિવાળા બીજા બધા જ્ઞાનો અનુમિતિ જ્ઞાન કહેવાય. એટલે લક્ષણ આવું થયું કે: अनुप्रितिव्यक्तिवृत्तिप्रत्यक्षावृत्तिजातिमत्त्वं अनुमितित्वम् । એ જ રીતે પ્રત્યક્ષનું લક્ષણ આ રીતે બનાવી દેવું કે એક કોઈ મયં પટ: એવું પ્રત્યક્ષ લો. એમાં રહેનારી અને અનુમિતિમાં ન રહેનારી એવી જાતિ પકડો. ઉપર કહ્યું તેમ પ્રત્યક્ષમાં રહેનારી તો બે જાતિ છે : પ્રત્યક્ષત્વ અને અનુભવત્વ. એમાંથી અનુમિતિમાં ન રહેનારી તો પ્રત્યક્ષત્વ જાતિ જ છે. આ પ્રત્યક્ષત્વ જાતિવાળા બધા જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય. પ્રત્યક્ષનું લક્ષણ આ પ્રમાણે : પ્રત્યક્ષવ્યવૃત્તિ-મમિત્યનિતિમત્ત્વમ્ प्रत्यक्षत्वम् । આ રીતે શાબ્દબોધ અને ઉપમિતિનું પણ લક્ષણ કરી લેવું. 来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来 swqqqજૂર ન્યાયસિદ્ધાનકતાવલી ભાગ-૧૦ (ર
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy