SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ Theostosowhawbosbessedwstwachstabas buscando નિમિત્તકારણ છે, પણ દંડ આવીને ઘટ બનાવવા જાય તે પૂર્વે તો દંડ નાશ પામી ગયો. એટલે આ તો એવું થયું કે કુંભાર મરી ગયો અને ઘટ બની ગયો ! કાર્યમાં દલ ઉપર પ્રયોગ કરનાર નિમિત્તકારણ છે, જેથી દલ કાર્યમાં પરિણમે છે. હવે જો દલ જ ક્ષણિક છે તો નિમિત્તને પ્રયોગ કોની ઉપર કરવાનો ? નિમિત્ત પણ ક્ષણિક છે તો પ્રયોગ શી રીતે કરે ? જયાં સુધી ચૂલા ઉપર દૂધ સારી અવસ્થામાં છે ત્યાં સુધી માવા રૂપે તૈયાર થવાની શક્યતાવાળું છે. એની ઉપર અગ્નિસંયોગ, ચમચો વગેરેથી કોઈ પ્રયોગ કરે | તો તે દૂધ માવામાં પરાવર્તન પામી જાય છે. ક્ષણિકવાદમાં તો દૂધ, ચમચો હલાવનાર | વગેરે બધા નષ્ટ થઈ ગયા અને માવો તૈયાર થઈ ગયો ! આ શી રીતે બને ? આમ ક્ષણિકવાદમાં કાર્ય-કારણભાવની વ્યવસ્થા ઘટી શકતી નથી. વળી અમુક કાર્યનું આ કારણ છે એની ખબર પણ શી રીતે પડે? ક્યાંક એ કારણથી | એ કાર્ય થતું જોઈએ છીએ તો એ ઉપરથી તે બે નો કાર્ય-કારણભાવ નક્કી કરી શકીએ | છીએ. જેમ વતિમાંથી ધૂમ નીકળતો જોઈને વદ્વિ-ધૂમનો કાર્ય-કારણભાવ નક્કી કર્યો હતો તો ધૂમાર્થી વહ્નિમાં પ્રવૃત્તિ કરે છે. ક્ષણિકવાદમાં તો કારણ જોયા પછીની ક્ષણે કાર્ય પણ જોયું. પણ આ કારણથી આ કાર્ય થયું એવું અનુસંધાન કોણ કરી આપે ? કેમકે | પૂર્વેક્ષણનું વિજ્ઞાન અને ઉત્તરક્ષણનું વિજ્ઞાન બે ય જુદા છે. પૂર્વેક્ષણના વિજ્ઞાનને ભલે કારણની ખબર પડી, કારણના સંસ્કાર ભલે ઉત્તરક્ષણના વિજ્ઞાનમાં આવ્યા અને ૪ | ઉત્તરક્ષણના વિજ્ઞાનને કાર્યની પણ ખબર પડી પરન્તુ એ જ કારણથી આ કાર્ય થયું એવું | અનુસંધાન શી રીતે થાય ? માટે કાર્ય-કારણભાવનો લોપ થઈ જાય છે. વળી પૂર્વેક્ષણે માટી, તખ્ત, અગ્નિ હતા અને ઉત્તરક્ષણે ઘડો, વસ્ત્ર, ધૂમ થયા. અહીં શામાંથી કોણ ઉત્પન્ન થયું એની શી રીતે ખબર પડે ? કેમકે પૂર્વના કારણોનો તો સંપૂર્ણ નિરન્વય) નાશ થઈ ગયો છે. જો એમ કહો કે કારણનું સજાતીય જે કાર્ય હોય તે કાર્યનું તે તે કારણ માનવું, તો તે પણ બરોબર નથી, કેમકે કેટલીક વાર તદ્દન | વિલક્ષણ કાર્ય થાય છે. આટો, પાણી, ગોળમાંથી રાબ બને છે, દારૂ પણ બને છે. તો કયા કારણોમાંથી કયું કાર્ય બને ? વળી માટીની સજાતીયતા ઘટમાં માનશો તો તે જાતિ સ્થિર બની જતાં ક્ષણવાદ નષ્ટ થઈ જશે. જો જાતિને બદલે “અપોહ' (તદિતરવ્યાવૃત્તિ| સ્વરૂપ) માનશો તો તે અપોહ તો અભાવાત્મક – અસત્ - અર્થક્રિયાકારિત્વશૂન્ય છે માટે | કશું ય કાર્ય કરી શકે નહિ. ન તો કોઈ તેનાથી વ્યવસ્થા થાય કે ન કોઈ જ્ઞાન થાય. વર્તમાનક્ષણે ધારો કે બે આત્મા મરી ગયા, પછી ક્યાંક ઉત્પન્ન થયા તો કયા | આત્મામાંથી કયો આત્મા ઉત્પન્ન થયો સમજવો ? જો એમ કહો કે જેની વાસના પૂર્વને ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૦) :
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy