SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ sasto o આપત્તિ આવે. બૌદ્ધ : ઉપાદાને અનુભવેલાનું ઉપાદેયને સ્મરણ થાય. માતૃ-પુત્રનો ઉપાદાનઉપાદેયભાવ નથી, કેમકે પુત્ર પ્રત્યે માતા તો નિમિત્તકારણ જ છે. એટલે માતાએ અનુભવેલાનું પુત્રને સ્મરણ થવાની આપત્તિ આવતી નથી. અને ઉત્તરોત્તર વિજ્ઞાનનું પૂર્વપૂર્વ વિજ્ઞાન ઉપાદાન-કારણ છે માટે તેના સંસ્કારનો ઉપાદેયરૂપ ઉત્તર-વિજ્ઞાનમાં વિ. સંક્રમ થશે. નૈયાયિક : ઉપાદાનની વાસનાનો ઉપાદેયમાં પણ સંક્રમ સંભવિત નથી, કેમકે વાસના એટલે ભાવનાત્મક સંસ્કાર, સંસ્કાર એ તો ગુણ છે અને ગુણ કાંઈ બીજે જવાની ક્રિયા (સંક્રમ) કરી શકે નહિ, કેમકે ગુણમાં ક્રિયા રહી શકતી નથી. વળી જેમ વિજ્ઞાન ક્ષણિક છે તેમ તમારા મતે વાસના પણ ક્ષણિક જ છે. એટલે ઉત્તર-વિજ્ઞાનમાં પૂર્વવિજ્ઞાનની વાસનાનો સંક્રમ થશે જ શી રીતે ? જેમ પૂર્વ-વિજ્ઞાન એક ક્ષણમાં નષ્ટ થઈ ગયું તેમ તેની સાથે જ તેમાં રહેલી વાસના પણ નષ્ટ જ થઈ જશે, પછી ઉત્તર-વિજ્ઞાનમાં તે વાસનાના સંક્રમની વાત જ ક્યાં રહી ? - બૌદ્ધ : પૂર્વ-વિજ્ઞાનની વાસનાનો ઉત્તર-વિજ્ઞાનમાં સંક્રમ એટલે ઉત્તર-વિજ્ઞાનમાં નવી વાસનાની ઉત્પત્તિ થવી તે જ છે. ઉત્તર-વિજ્ઞાનના ઉત્પત્તિ-કાળમાં જ પૂર્વ વિજ્ઞાનસ્થ સંસ્કારથી ઉત્તર-વિજ્ઞાનમાં સંસ્કાર પણ ઉત્પન્ન કરી દેવાય. નૈયાયિક : સંસ્કાર પ્રત્યે સંસ્કાર હેતુ બની શકે નહિ અને ઉત્તર-વિજ્ઞાનના સંસ્કારોની ઉત્પત્તિ પ્રત્યે બીજો તો કોઈ ઉત્પાદક હેતુ છે નહિ, એટલે ઉત્તર-વિજ્ઞાનમાં સંસ્કારોત્પત્તિ જ અસંભવિત બની જાય છે. બૌદ્ધ : સંસ્કાર પ્રત્યે જ્ઞાન (ચિ) હેતુ છે. નૈયાયિક : તો પછી જ્ઞાન તો પ્રતિક્ષણ ભિન્ન હોઈને અનન્ત છે એટલે તેનાથી | | ઉત્પન્ન થતાં સંસ્કાર પણ અનંત થઈ જવાની આપત્તિ આવશે. | मुक्तावली : क्षणिकविज्ञानेष्वतिशयविशेषः कल्प्यत इति चेत् ? न, | मानाभावात् कल्पनागौरवाच्च । एतेन क्षणिकशरीरेष्वेव चैतन्यमिति प्रत्युक्तं, गौरवादतिशये मानाभावाच्च । बीजादावपि सहकारिसमवधानासमवधानाभ्यामेवोपपत्तेः कुर्वदूपत्वाकल्पनात् । મુક્તાવલીઃ બૌદ્ધ : દરેક પૂર્વવિજ્ઞાન ઉત્તરવિજ્ઞાનને સાતિશય (અતિશય સહિત) sowowowotworocco Cascossono cosas c qyy yyવું યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૧૦ (૧૮૭)
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy