SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ cartoococobaccocacochodowcodoo bad badachacados costobocowboobadoodsbestosto જ્યારે પ્રથમ ક્ષણના સંબંધ માટે સમર્થ વસ્તુ જુદી થઈ, દ્વિતીય ક્ષણના સંબંધ માટે | સમર્થ વસ્તુ જુદી થઈ, યાવત્ પ્રત્યેક ક્ષણના સંબંધ માટે સમર્થ વસ્તુ જુદી થઈ ત્યારે ) એનો અર્થ એ જ થયો કે વસ્તુ ક્ષણિક છે. | वस्तु क्षणिकम्, क्रमयोगपद्याभ्यां स्थिरे कार्यानुपपत्तेः (अर्थक्रिया પિતાનુપપ: I) અર્થ : સ્થિર વસ્તુ અનેક કાર્યો યુગપદ્ કરી શકતી નથી એ હકીકત છે, તેમજ | ક્રમથી પણ કરી શકતી નથી, કેમકે પાછલી ક્ષણોના કાર્યો પ્રથમ ક્ષણમાં ન કરી શકવાના હિસાબે તે વખતે વસ્તુમાં અસામર્થ્ય આવશે અને જ્યારે કરશે ત્યારે સામર્થ્ય આવશે. |િ આથી વસ્તુ ક્ષણિક સિદ્ધ થાય. હવે યોગાચાર-બૌદ્ધ મતનું પ્રતિપાદન કરતાં મુક્તાવલીકારે કહ્યું કે આત્મા વિજ્ઞાનરૂપ જ છે અને તે સ્વતઃ પ્રકાશરૂપ હોવાથી ચેતન છે. અહીં “સ્વતઃ પ્રકાશ” એટલે “સ્વતઃ પ્રત્યક્ષ' સમજવું. બહારના ઘટાદિ પદાર્થોમાં જે દશ્યતા આવે છે તે દીપકની સહાયથી આવે છે, પણ દીપકમાં દશ્યતા લાવવા દીપકાન્તરની જરૂર રહેતી નથી. એ | જ રીતે ઘટાદિ પદાર્થોમાં પ્રકાશ્યતા લાવવા માટે બીજા જ્ઞાનની જરૂર પડતી નથી. | ઘટનો પ્રકાશ જ્ઞાનથી થાય અને જ્ઞાનનો પ્રકાશ સ્વતઃ થાય. પ્રશ્નઃ જો વિજ્ઞાન પણ ભાવાત્મક પદાર્થ (સ) હોઈને ક્ષણિક છે, તો પછી એક જ ક્ષણમાં વિજ્ઞાન નષ્ટ થઈ ગયું એટલે જગત શૂન્ય બની જશે. ઉત્તર ઃ ના, પૂર્વપૂર્વનું વિજ્ઞાન ઉત્તરોત્તર વિજ્ઞાનને ઉત્પન્ન કરતું જાય છે, અર્થાત્ પૂર્વોત્તર વિજ્ઞાનનો પરસ્પર કાર્ય-કારણભાવ છે. આમ ક્ષણિક વિજ્ઞાનની ધારા ચાલ્યા કરતી હોવાથી જગત શૂન્ય બનવાની આપત્તિ આવશે નહિ. આ ધારા બે પ્રકારે છે : (૧) પ્રવૃત્તિ-વિજ્ઞાનધારા. (૨) આલય-વિજ્ઞાનધારા. જાગ્રતાવસ્થાની વિજ્ઞાનધારાને પ્રવૃત્તિ-વિજ્ઞાનધારા કહેવાય છે. સુષુપ્તિકાલીન વિજ્ઞાનધારાને આલય-વિજ્ઞાનધારા કહેવાય છે. આલય-વિજ્ઞાનધારામાં અવ્યક્ત અહત્વનું જ ભાન હોય છે; નીલાકાર, પીતાકાર આદિનું નહિ. વિજ્ઞાનધારા બીજી રીતે પણ બે પ્રકારે છે : ૧. સભાગ ક્ષણસન્નતિ (સજાતીય વિજ્ઞાનધારા). 11 વાચસિદ્ધાનમુક્તાવલી ભાગ-૧૦ (૧૮૧) EEEEEEEE
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy