SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ senses252777777 7755, how cosas dos casosastostosottostosterowdboustessados os asosco :: :: : : | પણ ન જ થાય અને તેવા સ્મરણ વિના પ્રથમ સ્તન્યપાનમાં પ્રવૃત્તિ પણ ન જ થાય. હવે જયારે પ્રથમ સ્તન્ય પાન-પ્રવૃત્તિ પ્રત્યક્ષ સિદ્ધ છે ત્યારે તજજનકસ્મરણજનક સ્તન્ય પાનાનુભવ પૂર્વે માનવો જ જોઈએ. એવો અનુભવ આ બાળકને તો જણાતો નથી | માટે બાળકના શરીરથી અતિરિક્ત એક આત્મા માનવો જ જોઈએ જેણે જન્માન્તરમાં | સ્તન્યપાનનો ઈષ્ટસાધન તરીકે અનુભવ કર્યો હતો જેના સંસ્કાર તે આત્મામાં પડ્યા હતા. એ સંસ્કારોનું અહીં ઉદ્ધોધન થવાથી સ્મરણ થયું અને તેથી સ્તન્ય પાનમાં પ્રવૃત્તિ | થઈ. કન્માન્તરાનુમૂdષ્ટસાધનત્વચ મરાવ વાનસ્થ પ્રથમતન્યાને પ્રવૃત્તિ: | ચાર્વાક : અરે, જન્માન્તરમાં કંઈ સ્તન્યપાનનો જ અનુભવ કર્યો હતો ? બીજા | કામભોગાદિના અનુભવ પણ ક્યાં નથી કર્યા? તો પછી તે બીજા અનુભવોના સંસ્કારોનું | ઉદ્ધોધન કેમ ન થયું અને સ્તન્યપાનના સંસ્કારોનું જ ઉદ્ધોધન કેમ થયું ? નૈયાયિક : કામભોગાદિના સંસ્કારો પણ તે બાળકના આત્મામાં છે જ. પરંતુ | બાલ્યકાળમાં તે સંસ્કારો અનુબુદ્ધ રહે છે, કેમકે બાલ્યકાળમાં કામભોગાદિ સંસ્કારોનો ઉદ્ધોધક હાજર નથી. કામભોગાદિ સંસ્કારોને જાગ્રત કરનાર યુવાકાળ છે. આથી કામભોગાદિના સંસ્કારો હોવા છતાં તે વખતે ઉબુદ્ધ ન હોવાથી તેનું સ્મરણ થતું નથી. | स्मरणं प्रति उद्बुद्धसंस्काराणामेव हेतुत्वनियमात् । પ્રશ્ન : “તચંપાન વિષ્ટસાધનમ્ એવું બાળકને જે ઈષ્ટસાધનતાનું સ્મરણાત્મક | જ્ઞાન થાય છે તેના જનક જે સંસ્કારો છે તેને ઉબુદ્ધ કોણે કર્યા ? તે સંસ્કારોનો ઉદ્ધોધક કોણ ? ઉત્તર . સંસ્કારથી સ્મરણાત્મક જ્ઞાન ત્યારે ઉત્પન્ન થાય જ્યારે કોઈ ઉદ્ધોધક મળે. કામદ સંસ્કારોનો ઉદ્બોધક યુવાકાળ છે તેમ સ્તન્યપાનના સંસ્કારનો ઉદ્બોધક જીવનાદષ્ટ છે. “જીવનાદષ્ટ' એટલે જૈન પરિભાષામાં આયુષ્યકર્મ કહેવાય. “જીવન' એટલે શરીરમાં પ્રાણની સ્થિતિ રહેવી છે. તેમાં હેતુભૂત જે અદેખ તે જીવનાદષ્ટ કહેવાય. અહીં બીજો કોઈ ઉબોધક સંભવતો નથી એટલે અનાયત્યા-અગત્યા (બીજો કોઈ રસ્તો ન હોવાથી) જીવનાદષ્ટને જ ઉદ્ધોધક માનવો જોઈએ. આ રીતે શરીરથી ભિન્ન આત્માની સિદ્ધિ થાય છે. એથી જ આ આત્મા નિત્ય પણ સિદ્ધ થાય છે, કેમકે આ જન્મના સ્તન્ય પાનમાં પૂર્વજન્મના સ્તન્યપાનનો અનુભવ હેતુ બન્યો તેમ તે પૂર્વજન્મના સ્તન્યપાનમાં પ્રપૂર્વજન્મના સ્તન્યપાનનો અનુભવ હતુ. બને... એ રીતે જન્મપ્રવાહ અનાદિ બની જાય. આમ સંસાર અનાદિ સિદ્ધ થતાં આત્મા પણ અનાદિ સિદ્ધ થયો. જે અનાદિ ભાવપદાર્થ હોય (પ્રાગભાવ એ અનાદિ અભાવ) * ? q qqq ન્યાયસિાનકતાવહી ભાગ-૧૦ (૧ ) Exp4 રીદી
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy