SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ hobertasbardosoasa wewexstessoxtasexswbarba t axxx. as Cocoastaxtastonstastoostoostxstostaustastarsoxtouto શરીર-જ્ઞાનનો કાર્ય-કારણભાવ કેમ ન થાય? નૈયાયિક ઃ આવા કાર્ય-કારણભાવમાં મૃત શરીરને લઈને વ્યભિચાર આવે છે, કેમકે | ત્યાં કારણ શરીર છે પણ કાર્ય જ્ઞાન નથી. આમ અન્વય-વ્યભિચાર આવવાથી શરીર- | જ્ઞાનનો કાર્ય-કારણભાવ ન મનાય. ચાર્વાક : આ વાત તો બરાબર નથી. તમારા મતે જે જ્ઞાન-આત્માનો કાર્ય| કારણભાવ છે તેમાં પણ અન્વય-વ્યભિચાર આવે જ છે. મુક્તાત્મામાં તાદાસ્પેન આત્મા કારણ છે પણ તેમનામાં જ્ઞાન-કાર્ય નથી. (નૈયાયિકો મુક્તાત્મામાં જ્ઞાનાદિ ગુણો માનતા નથી.) નૈયાયિક : તમારી વાત બરોબર છે, પણ આ અન્વય-વ્યભિચાર દોષ દૂર કરવા અમે જ્ઞાનકાર્ય પ્રતિ કેવળ આત્માને જ કારણ ન કહેતાં શરીરવિશિષ્ટમનઃસંયોગા| વચ્છિન્ન આત્માને કારણ કહીશું. ચાર્વાક : તો અમે પણ જ્ઞાન-શરીરના કાર્ય-કારણભાવમાં મૃત શરીરને લઈને જે | અન્વય-વ્યભિચાર આવ્યો તેને દૂર કરવા જ્ઞાનકાર્ય પ્રતિ કેવળ શરીરને કારણ ન કહેતાં પ્રાણવિશિષ્ટ શરીરને કારણ કહીશું. હવે અન્વય-વ્યભિચાર નહિ આવે, કેમકે મૃત શરીર પ્રાણવિશિષ્ટ નથી માટે ત્યાં જ્ઞાન પણ નથી. આમ હવે જ્ઞાન-શરીરનો જ કાર્યકારણભાવ માનવો જોઈએ, અર્થાત્ શરીરને જ આત્મા માનવો જોઈએ. | मुक्तावली : न, शरीरस्य चैतन्ये बाल्ये विलोकितस्य स्थाविरे स्मरणानुपपत्तेः, शरीराणामवयवोपचयापचयैरुत्पादविनाशशालित्वात् । - મુક્તાવલી : નૈયાયિક : જો શરીર જ આત્મા હોય તો બાલ્યકાળમાં અનુભવેલી કંદુકક્રીડાદિનું સ્થવિરાવસ્થામાં મરણ નહિ થવાની આપત્તિ આવશે, કેમકે શરીરના માંસપિંડાદિ જે અવયવો છે તેમનામાં સતત ચયાપચય વૃદ્ધિ-ધ્રાસ) થયા જ કરે છે. આમ શરીરના અવયવો ઉત્પાદ-વિનાશવાળા છે એટલે બાલ્યકાળના શરીરસ્વરૂપ જે આત્મા હતો તે નષ્ટ થયો અને કાલાંતરે વિકાળમાં શરીરસ્વરૂપ આત્મા ઉત્પન્ન થયો. હવે બાલ્યકાળના શરીરાત્માએ જે કન્વેકક્રીડાદિ અનુભવ્યા તેના સંસ્કાર તે આત્મામાં પડ્યા, પણ હવે જયારે તે આત્મા જ નથી ત્યારે તે આત્મામાં પડેલા સંસ્કાર પણ હવે નથી જ. આશ્રયનો નાશ થતાં આશ્રિતનો પણ નાશ થઈ જ જાય. હવે જો | તે સંસ્કારો નથી, તો પછી (સંસ્કાર વિના) સ્મરણ શી રીતે થશે ? જયારે ખરેખર તો 来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来 SEE ન્યાયસિદ્ધાત્તામુક્તાવલી ભાગ-૧૦ (૧૧) ELETE
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy